સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

પોરબંદરના રાજવી દ્વારા શિક્ષણ હેતુ માટે અપાયેલ રાજ મહેલની જર્જરિત હાલત

પોરબંદર, તા. ૨૪ :. રાજવી દ્વારા શિક્ષણના હેતુ માટે સરકારને સોંપેલ આરજીટી કોલેજ (રાજ મહેલ)ની હાલત જર્જરિત છતા મરામત માટે ગ્રાન્ટ ફાળવવા કોલેજના આર.જી. કનેરિયા સહિત પૂર્વ વિદ્યાર્થીઓએ માગણી ઉઠાવી છે.

રાજમહેલમાં ૧૦૦ વર્ષ જૂના પેઈન્ટીંગ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવે છે. ઉપરાંત જૂના જમાનાની માનવ શકિતથી ચાલતી લીફટ જે આજે પણ હયાત છે. મહેલમાં એક દિવાલનું ચિત્ર આબેહુબ છે જે જોઈને લોકો છેતરાય જાય છે સાચી દિવાલ માની બેસે છે. જર્જરિત હાલતને લીધે કોલેજનું સ્થળાંતર થયું છે. આ કોલેજમાં જ્યારે અભ્યાસ કાર્ય શરૂ કરવામાં આવતુ તે પહેલા સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવતી હતી. રાજવીના વારસદાર હરેન્દ્રસિંહે સરકારમાં રજુઆત કરીને આ રાજમહેલની મરામત કરવા માગણી ઉઠી છે. ૩૦ વર્ષ પહેલા કોલેજમાં ગાંધી જયંતીની સવાસોમી ઉજવણી અવસરે તે સમયે મુખ્યમંત્રી ચીમનભાઈ દ્વારા ગાંધી વિચાર ઉપર પી.એચ.ડી. થવા ગાંધી અધ્યયન કેન્દ્ર શરૂ કરેલ પરંતુ તેને અલીગઢી તાળા લાગી ગયા છે. સરકાર દ્વારા નિયમીત આવતી ગ્રાન્ટ પરત જાય છે.

(11:46 am IST)