સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

ગોંડલ મોલમાં થયેલ ચોરીના આંક અંગે અનેકવિધ ચર્ચાઓ

ગોંડલ, તા., ૨૪: ગોંડલના કોલેજીયન મોલમાં ૭ દિવસ પુર્વે થયેલ ૪૦ લાખની રોકડ રકમની ચોરીના બનાવ અંગે અનેકવિધ ચર્ચાઓએ જોર પકડયું છે.

ચોરીના આ બનાવમાં પોલીસે આરોપીઓને ઝડપી લઇને અમુક રકમ કબ્જે કરી છે. જયારે મુખ્ય સુત્રધાર પોલીસની પક્કડથી દુર છે આ મોલમાં થયેલ ચોરીના આંક અંગે પ્રજામાં અનેકવિધ ચર્ચાઓ થઇ રહી છે. અમુક લોકોમાં ચોરીની ફરીયાદમાં ત્રીજા ભાગની જ રકમ લખાવી હોવાની ચર્ચા થઇ રહી છે. ત્યારે આ અંગે પોલીસે ઉંડાણપુર્વક તપાસ કરી સત્ય હકીકત બહાર લાવવી જોઇએ તેવી જાણકાર વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે. (૪.૭)

(11:46 am IST)