સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

ધોરાજીમાં દુષ્કર્મ - હત્યાની ઘટનાના વિરોધમાં રેલી - આવેદન

ધોરાજી : હિન્દુ અને મુસ્લિમ સમાજદ્વારા ડે.કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ હતુ જેમાં કઠુઆકાંડ, ઉનાવકાંડ, નિર્ભયાકાંડ, સુરતની ઘટના આવી અનેક ઘટનાઓનો કાયમી વિરોધ અને કાયમી વાંધા અરજી કરવામાં આવેલ તેમજ આવી ઘટનાઓનો સમર્થન કરનારા અને નાતજાતના ભેદભાવ રાખવાવારાનો વિરોધ કરવામાં આવેલ છે. બળાત્કારીઓને સખ્તમાં સખ્ત સજા થાય તે માટે માંગણી કરવામાં આવી છે. આવી કોઇ ઘટના બનશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. જરૂર પડયે ભગતસિંહજી, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, અસફાક ઉલલાખાન જેવા મહાનુભાવોના માર્ગે જતા અચકાશું નહી. આ ભારત રાષ્ટ્ર અને ભારત માતાની જમીનને કોઇપણ દાગ લગાડશે તો જડ મૂળમાંથી ઉખેડી ફેંકી નાંખશું. બધુ સહન થશે પણ આવી ઘટનાઓ જરાપણ સહન નહી થાય. નાતજાતના ઠેકેદારોને અમે આહવાન કરીએ છીએ કે તમારી જે કોઇ વ્યકિતગત લડાઇ હોય તો વ્યકિત ગત લડી લેશો. ભારત સરકારથી અને જે રાજયમાં આવી ઘટનાઓ બનેલ છે તે રાજયમાં આવી ઘટનાઓમાં દોષીતોને કડકમાં કડક સજા કરવામાં આવે તેમ આવેદનપત્રમાં જણાવ્યું છે. આ તકે ધોરાજીના હિન્દુ અને મુસ્લિમ સમાજ તેમજ દલિત સમાજના અગ્રણીઓ તેમજ હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

(11:45 am IST)