સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

પોરબંદર : મફત શિક્ષણ અંગે ફોર્મ ભરવાની મુદત વધારવા એન.એસ.યુ.આઇ. ની માગણી

પોરબંદર તા ૨૪ : એન.એસ.યુ.આઇ. દ્વારા આ.ટી.ઇ. હેઠળ જે ફોર્મ ભરાઇ રાહ્યા છે તેમનો સમય વધારવા બાબત ગામડાઓના વિદ્યાથર્સઓને પુરતો લાભ મળી રએ તે બાબતે જીલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારીને રજુઆત કરી છે.કેન્દ્રની યુપીએ સરકારના નેતૃત્વમાં'' મફત શિક્ષણ મૂળભૂત અધિકાર '' જે કાયદો લાવવામાં આવ્યો હતો જેમાં શાળાઓમાં રપ ટકા અનામત ગરીબ બાળકો માટે રાખવાની  થતી હોય છે, જેમાં એવું પણ જાણવા મળેલ છે કે વિદ્યાર્થીઓને આ બાબતમાં પુરતો ન્યાય પણ મળતો નથી. ઘણા વિદ્યાર્થીઓ જે ખરેખર ગરીબ પરિસ્થિતીમાં થી આવતા હોય છે તે આ લાભથી વંચિત રહી જતા હોય છે.વાલીઓની રજુઆતના પગલે જાણવા મળેલ છે કે પોરબંદર તાલુકાઓના ઘણા ગામડાઓ એવા છે કે તયાં ૬ કિમી ના અંતર સુધી કોઇ શાળાઓ આવેલ નથી જેથી તેમના જે બાળકો છે તેમને આ લાભ મળી શકતો નથી, તેવો આ લાભથી વંચિત રહી જતા હોય છે. ત્યારે તે બાળકો પણ આ યોજનાનો લાભ લઇ શકે, ગરીબ કુટુંબમાંથી આવતા બાળકો પણ સારુ શિક્ષણ મેળવી શકે, સારી શાળાઓમાં પ્રવેશ મેળવી શકે તે બાબતે કોઇ યોગ્ય તપાસ કરી આવા ગામડાઓમાં વસતા બાળકો માટે તેમના હિતમાં પગલા ભરી તેમને ન્યાય આપવવો જોઇએ તેવી માગણી સાથે રજુઆત કરી છે.

(11:44 am IST)