સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

સુરેન્દ્રનગર જીલ્લામાં બેન્કોનો કથળતો વહીવટ : ચેક સમયસર જમા થતાં નથી

વઢવાણ તા.૨૪ : શહેરમાં બેન્કોનો વહીવટ દિન દહાડે ભારે કથળી રહયો છ. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં બેન્કના અ.ટી.એમ. પણ ખાલી રહેતા  હોવાનો અને નાણાં એ.ટી.એમ.માં ન નીકળતા હોવાના કારણે અનેકવાર ફરીયાદો તો ઉઠતીજ રહે છે.

બેન્ક શાખાના મહિલા મેનેજર ખાતેદારોને ખાતાની પુછપરછ કરતા ખાતેદારોને ખાતા અંગેની જાણકારી બહારથીજ મેળવી લેવાની અને અંદર નહી આવવાનું આવુ ઉધ્ધતન સાથેના વર્તન કરતા  રોષ વ્યાપી ગયેલ છે. ચેક ખાતામાં સમયસર કિલયર ન થવાના કારણે ખાતેદારોમાં રોષ ફેલાયેલ છે.

(11:43 am IST)