સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

પોરબંદરની સગીરાના અપહરણ બળાત્કાર કેસમાં પ્રેમી આરોપીની જામીન અરજી મંજુર

રાણાવાવ, તા.૨૪ : રાણાવાવના રામ ખીમા કારાવદરા તેના પડોશમાં રહેતી છોકરી સાથે પ્રેમમાં પડી જતા અને પછી મોબાઇલમાં વાતચીત શરૂ થતાં અને ત્યારબાદ ધીરેધીરે પ્રેમમાં આગળ વધતા અને તેની જાણ છોકરીના મા-બાપને થઇ જતાં અને તેથી બંનેએ ભાગવાની નોબત આવેલી હતી. અને ભોગ બનનાર છોકરી ૧૬ાા વર્ષની હોય તેથી ભગાડી જવાની તથા બળાત્કારની કલમો ઉપરાંત પોસ્કોની અલગ અલગ કલમો નીચે ગુન્હો દાખલ થતાં તેથી પ્રેમી રામ ખીમા કારાવદરા એ જેલમાં જવાનો વારો આવેલો હતો. અને ત્યારબાદ તેની સામેનું ચાર્જશીટ ફાઇલ થઇ જતા પોરબંદરના એડવોકેટ ભરતભાઇ બી. લાખાણી મારફતે જામીન અરજી કરતા  ગુન્હો કરવાનો ઇરાદો ન હોય, પોરબંદરના એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ શ્રી ભટ્ટ દ્વારા શરતોને આધીન પ્રેમીને જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી વતી પોરબંદરના એડવોકેટ શ્રી દિપકભાઇ બી. લાખાણી, ભરતભાઇ બી. લાખાણી, હેમાંગ દિપકભાઇ લાખાણી, અનિલ ડી. સુરાણી, નવધણ જાડેજા, જીતેન સોનીગ્રા તથા જયેશ બારોટ રોકાયેલા હતાં.

(11:43 am IST)