સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

જામનગર ડિસ્ટ્રીકટ બેંકના ખંભાળિયા શાખાના કર્મચારીને વિદાયમાન

જામખંભાળીયા : જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક.લી.ના ખંભાળીયા શાખાના કર્મચારી શ્રી દેવીદાસ ગોરધનદાસ મામતોરા (દાસભાઇ) વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમનો વિદાયમાન સમારંભ કર્મચારીઓ દ્વારા જે.જે.દત્તાણી હોલ ખાતે પી.એસ.જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. પી.એસ.જાડેજા, વિપેશ એમ.મહેતાએ પ્રાસંગીક પ્રવચનમાં શ્રી દેવીદાસ મામતોરાની કામગીરીને બિરદાવી હતી. ભીખુભા જાડેજા, હરજીવનભાઇ પંચમતીયા, જીવાભાઇ કનારા વગેરેએ ડી.જી.મામતોરાને નવાજયા હતા. દેવીદાસ મામતોરાએ આભાર માન્યો હતો. સંચાલન ખંભાળીયા શાખાના મેનેજર વિક્રમસિંહ પરમારે કરેલ તેમજ ચુર શાખાના નિવૃત મેનેજર વિપેશ એમ.મહેતાએ આભાર દર્શન કરેલ હતુ. સફળ બનાવવા એકાઉન્ટન્ટ કે.ડી.કણઝારીયાના માર્ગદર્શન તળે સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. (તસ્વીર - અહેવાલ : કિશોર લાલ, ખંભાળીયા)

(11:42 am IST)