સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

વાંકાનેર લોકઅદાલતમાં ૯૭ કેસોનો ઉકેલ થયો

વાકાનેર તા.૨૪: વાંકાનેર ખાતે યોજાયેલી ચાલુ સાલની બીજી લોક-અદાલતમાં જીઇબીના ૧૦૦ કેસ મુકવામાં આવેલ. જેમાં ૧૩ કેસો પુરા થયેલ જયારે બેંકના કરજદારોના ૨૦૦ કેસ મુકવામાં  આવેલા જેમાંથી ૧૪ કેસ ફાઇનલ થયા હતા. બેંક ઓફ બરોડા, એસબીઆઇ, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, દેના બેંક, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ ઇન્ડીયાના કેસો મુકવામાં આવેલા હતા. જયારે સિવીલ કોર્ટ, ફોજદારી કોર્ટમાં કુલ ૪૦૨ કેસો મુકવામાં આવેલા જેમાંથી ૮૪ કેસો ફેસલ થયેલ જેમાં રૂપીયા બે લાખ તેર હજાર આઠસો દંડ પેટે વસુલવામાં આવેલા.

જીઇબીના ૨૭૦૦૦  રૂપીયા વસુલવામાં આવેલા. આ વાંકાનેર ખાતેની બીજી લોક અદાલતમાં પ્રિન્સીપાલ સિવિલ, એડિશ્નલ મેજીસ્ટ્રેટ શ્રી બી.વી.પરમાર તથા એ.પી.જોષી (એડિશ્નલ સિવિલ જજ ફર્સ્ટ કલાસ) તેમજ પીઓસી સાગઠીયા તથા તેમનો સ્ટાફ અને વાંકાનેર વકીલ મંડળના સિનીયર તથા જુનીયર વકીલોએ ભાગ લીધો હતો.

(11:39 am IST)