સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

શિહોરમાં ક્રેઇનમાંથી લોખંડનો ટુકડો માથે પડતા શ્રમિકનું મોત

ભાવનગર તા. ર૪ : ભાવનગરના સિહોરમાં ક્રેઇનમાંથી છટકેલો લોખંડનો ટુકડો માથે પડતા શ્રમિક યુવાનનું મોત નિપજયું હતું.

ધાંધળી પાસે આવેલ રોલીંગ મીલમાં કામ કરતા વિરપાલ રામપાલ ઉ.ર૮ નામના શ્રમિક યુવાનનુ ક્રેઇનમાંથી છટકેલો લોખંડનો ટુકડો માથે પડતા ગંભીર ઇજા થતા અત્રેની સર ટી.હોસ્પીટલ ખસેડાયેલ જયા સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું. આ અંગે સિંહોર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:39 am IST)