સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

હળવદના દયારામ મોરીએ ઝેરી દવા ગટગટાવી જીવ દીધો

દલવાડી યુવાનના આપઘાતથી પરિવારમાં કલ્યાંતઃ કારણ અકબંધ

હળવદ તા.૨૪: અત્રેના ખારીવાડી ખાતે દલવાડી યુવાને કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી લેતા તેના પરિવારજનોમાં કલ્યાંત પ્રસરી જવા પામ્યો છે.

વિગત મુજબ ખારીવાડી વિસ્તારના દયારામભાઇ મનજીભાઇ મોરી (ઉ.વ.૪૨)એ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું છે. આ અંગે પોલીસે જરૂરી કાગળો કરી આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ આગળ ધપાવી છે.

(11:38 am IST)