સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત વેરાવળ તાલુકાના રસનાવદર, ઉમરાળા અને ઇસાજ ગામે ઇન્દ્રધનુષ કાર્યકમ યોજાયો

૩૦ એપ્રિલના રોજ આયુષ્યમાન દિવસની ઉજવણી નિમિતે સર્વ રોગ નિદાન કેમ્પ

(તસ્વીરમાં ઇન્દ્રધનુષ  કાર્ય અંતર્ગત રસી પીવડાવવામાં આવે છે, તસ્વીર દેવાભાઇ રાઠોડ (પ્રભાસપાટણ)

પ્રભાસપાટણ તા ૨૪: દરેક બાળકને જન્મવાનો અધિકાર છે તેમ તમામ રોગ અટકાવવાની રસી લેવાનો અધિકાર પણ છે જ સમગ્ર ભારતમાં બાળમૃત્યુ ઘટાડવા આરોગ્ય અને પરિવાર કેન્દ્ર  ગુજરાતના  અન્ય જીલ્લાઓની જેમ ગીર સોમનાથ જીલ્લામાં પણ જે બાળકો રસીથી વંચિત રહી ગયેલ હોય અથવા અધુરી રસી મુકાયેલ હોય તેવા બાળકો તથા  રસથી વંચીત રહેલ સર્ગભા માતાઓ માટે અભિયાન એટલે મિશન ઇન્દ્રધનુષ્ય રસીકરણ કેાર્યક્રમને અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ગીર-સોમનાથ જીલ્લામાં હસનાવદર,  ઉમરાળા અને ઇણાજ ગામે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીલ્લા આરોગ્ય અધિકારી બી.એલ.આચાર્ય એ  મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમને સફળ બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.

ઉપરાંત ગ્રામ સ્વરાજ અંતર્ગત તા. ૨૪/૪/૧૮ ના રોજ વેરાવળ તાલુકાના હસનાવદર,ઉકડીયા અને ઈણાજ ગામેે ગ્રામસભા યોજાશે જેમાં વડાપ્રધાન ના આ અભિયાન અંતર્ગત દુર દર્શન ચેનલ મારફતે ૧૨.૫૫ કલાકે પ્રવચન અપાશે. જેમાં ગામના સરપંચ, સદસ્યો ગ્રામ સભાના સભ્યો અને ગ્રામજનોને ઉકત કર્યાક્રમ નિહાળવા તેમજ તા.૩૦/૪/૧૮ ના રોજ આયુષ્યમાન દિવસની ઉજવણી નિમીતે યોજાનાર સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી બી.એલ.આચાર્યની યાદીમાં જણાવેલ છે.

(11:37 am IST)