સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

ચીડીવાવના પ્રેમી પંખીડા રાજકોટ પાસે ઝડપાયા

કોડીનાર તા.ર૪ : ચીડીવાવ ગામના રામસીંગભાઇ ચૌહાણની સગીર પુત્રીને તેની બાજુમાં રહેતા જીગર બાંભણીયાએ લગ્નની લાલચ આપી ભગાડી ગયેલ જે અંગે તેમણે પોલીસમાં ફરીયાદ કરી હતી બાદ સગીરાના પરિવારજનો પણ તેમની દીકરીની શોધખોળ કરતા હતા એ દરમ્યાન આ બન્ને શાપાર-વેરાવળ નજીક દેખાતા રામસીંગભાઇએ કોડીનાર પી.આઇ. ખાંભલાને જાણ કરતા પી.આઇ. તથા સ્ટાફે રાજકોટના શાપર-વેરાવળ ખાતેથી બન્નેને ઝડપી લીધા હતા.

(11:36 am IST)