સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

ભાવનગર હોસ્પિટલમાં આગ ભભૂકીઃ ૨૭ બાળકોનો બચાવ

સર ટી હોસ્પિટલના બાળકોના વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફડાતફડી

ભાવનગર, તા. ૨૪ :. ભાવનગરની સરકારી સર ટી હોસ્પીટલના બેબી વોર્ડમાં મોડી રાત્રીના ૨.૪૫ વાગ્યે શોર્ટ સર્કિટથી આગ ભભુકી ઉઠતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. હોસ્પીટલમાં સ્ટાફે ૨૭ શિશુઓને બચાવી લીધા હતા. ફાયર બ્રિગેડના સ્ટાફે આગને કાબુમાં લીધી હતી.

મળતી વિગતો મુજબ શહેરની સરકારી સર ટી હોસ્પીટલના બેબી વોર્ડ (બાળકોની હોસ્પીટલ)માં મોડી રાત્રીના ૨.૪૫ કલાકે શોર્ટ સર્કિટથી આગ ભભુકી ઉઠતા ઈલેકટ્રીક ઉપકરણો અને એર કન્ડીશન વિગેરે સળગી જવા પામ્યુ હતું. ફાયર બ્રિગેડનાં સ્ટાફે જાણ થતા તુરંત દોડી જઈ પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.

 આગને કારણે હોસ્પીટલમાં અફડાતફડી મચી ગઈ હતી અને હોસ્પીટલનાં સ્ટાફે ૨૭ શિશુઓને બહાર લાવી તમામને બચાવી લેતા કોઈ જાનહાની થઈ ન હતી.(૨-૩)

(11:05 am IST)