સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th April 2018

જુનાગઢ જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે જળસંગ્રહ અભિયાનઃ જયેશભાઇ રાદડિયા

જૂનાગઢ તા. ૨૪ : ગુજરાત રાજય સામાન્ય રીતે અતૃપ્ત વરસાદની વ્યાખ્યામાં આવે છે.ઙ્ગ છેલ્લા પાંચ થી છ દાયકામાં સરેરાશ કરતાં નોંધાયેલ વરસાદને કારણે રાજયના મોટા ભાગના વિસ્તારમાં ભુગર્ભ જળના સ્તર ખૂબ નીચા ગયેલાં છે.ઙ્ગ ખેડુતો ટયુબ-વેલ આઘારિત સિંચાઇ કરતાં હોઈ સબમર્સીબલ પં૫નો ઉ૫યોગ કરી સીંચાઇની સગવડતા ઊભી કરતા હોય છે ત્યારે ભુગર્ભ જળરાશીમાં વધારો થાય, પાણીની સંગ્રહ શકિત વધે, વરસાદી જળરાશીનું રીચાર્જ થવાના કારણે કુવા અને બોર આધારીત થતી ખેતીને સિચાઇની સવલત વધી શકે અને ખેડુત જળસંચયનાં સથવારે વધુ પાક વાવેતર કરી કૃષિ આવક બમણી કરી શકે તે દીશામાં રાજય સરકારે ખેવના કરી છે.

 રાજય અન્ન અને નાગરિક પરુવઠા રાજયમંત્રી તથા જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી જૂનાગઢના મધ્યસ્થ સભાખંડમાં સિંચાઇ, ગ્રામવિકાસ, પંચાયત, મહેસુલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મીટીંગમાં તળાવો ઉંડા કરવા, હૈયાત સ્થિતી અને કેટલો કાપ નીકળશે તેના માટે આવશ્યક મશીનરી અને ઉપલબ્ધ સંશાધનોની વીગતો અધિકારીઓ પાસેથી મેળવી હતી. મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે આ કામમાં વધુમાં વધુ લોકો જોડાઇ શકે તે માટે ગામોમાં મીટીંગો કરીને લોકજાગૃતિ કેળવવી, સ્વૈચ્છીક સંસ્થાઓને સંકલનમાં રહીને વરસાદી જળરાશીનો મહત્ત્।મ સંગ્રહ થાય તે રીતે મોનીટરીંગ કરી માઈક્રો પ્લાનીંગ કરવું તે જરૂરી છે.

આ તકે જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૈારભ પારઘીએ જૂનાગઢ જિલ્લાનાં ૯ તાલુકામાં ૧૯૦ તળાવ ઉંડા ઉતારવા અને તેમાંથી ૫ લાખ ૬૩ હજાર ઘનમિટર માટી/કાંપનો જથ્થો નીકાલવા જરૂરી મશીનરી અને જિલ્લાનાં તળાવ અને ચેકડેમમાં જળસંચયના થનાર કામોની વિગતો આપી હતી. તો ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજય પ્રકાશે જિલ્લામાં ૨૧ કચેરીઓ દ્વારા ૨૨૧૦ થનાર કામોની વિગતો આપતા જણાવ્યુ હતુ કે ગીર સોમનાથ જિલ્લામાં પાંચ મોટા ડેમ આવેલા છે જેમાંથી ત્રણ વનવિસ્તાર અને બે રેવન્યુ વિસ્તારમાં આવેલ છે. પંચાયત કક્ષાની ૪ માંથી બે સિંચાઇ યોજનાઓમાંથી માટી-કાપ કાઢવામાં આવનાર છે. સીંચાઇ વિભાગનાં ઈજનેરશ્રી પટેલે જૂનાગઢની સિંચાઇની બાબતોમાં હાથ ધરાનાર જળસંચયની કામગીરીની જાણકારી આપી હતી. બેઠકમાં બન્ને જીલ્લાનાં નિવાસી અધિક કલેકટરશ્રી,કેશોદનાં ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ, તમામ પ્રાંત અધિકારી, વાસ્મો, પાણી પુરવઠા વિભાગનાં અમલીકરણ અધિકારીઓ, મહાનગર પાલીકાનાં કમિશ્નરશ્રી સોલંકી, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચૈાધરી, સહિત સુઝલામ સુફલામ જળ અભિયાન સાથે સંકળાયેલ કર્મચારી/અધીકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)(૨૧.૩)

(9:46 am IST)