સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th March 2018

ચુડાના કંથારીયામાં લાખોની ચોરીમાં વનરાજ કોળી ઝડપાયો

વઢવાણ તા. ૨૪ : સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુડા પો.સ.ઇ. આઈ.કે.શેખ, એસ.ઓ.જી. ના પો.ઇન્સ. ખુમાનસિંહ વાળા, પો.સ.ઇ.એસ.બી.સોલંકી, ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. આર.ડી. ગોહિલ, આર.જે. ગોહિલ તથા ચુનંદા સ્ટાફની અલગ અલગ ટીમને કામે લગાડવામાં આવેલ હતી.

આ ઘરફોડ ચોરી સમયે કંથારિયા ગામના લોકો દ્વારા એક આરોપીને પકડી પાડવામાં આવેલ હતો અને ઇજા થતાં, અમદાવાદ હોસ્પિટલમાં સારવારમાં દાખલ થયેલ હતો. આ કેસમાં ઇજા પામનાર આરોપી વનરાજભાઈ જાદવભાઈ રંગપરા કોળી ઉવ. ૨૨ રહે. કસવાળી તા. સાયલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા, ચુડા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આઈ.કે.શેખ, હે.કો. નંદલાલ, રાજુભાઇ, શિવરાજસિંહ, પ્રવીણભાઈ, સહિતની ટીમ દ્વારા આ ઘરફોડ ચોરીમાં ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી વનરાજભાઈ જાદવભાઈ રંગપરા કોળી ઉવ.૨૨ રહે. કસવાળી તા. સાયલાની લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુડા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આઈ.કે.શેખ, હે.કો. નંદલાલ, મહેશભાઈ, રાજુભાઇ, શિવરાજસિંહ, સહિતની ટીમ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, આરોપી વનરાજ જાદવભાઈ કોળીએ ગુન્હાની કબુલાત કરેલ છે. બનાવની રાત્રે આરોપી વનરાજ જાદવભાઈ કોળીને આરોપી કાળા ખેંગારભાઈ દેવીપૂજક રહે. કસવાળી તા. સાયલા તથા તેની સાથે તેનો બનેવી કાળા શિવાભાઈ દેવીપૂજક રહે. દેવળીયા જી.અમરેલી આવેલા અને પોતાને રાત્રીના સમયે કંથારીયા ગામમાં ઘરફોડ ચોરી કરવા મોટર સાયકલ ઉપર સાથે લાવેલ હતા. આ મોટર સાયકલ પણ આ બંને આરોપીઓ લાવેલાની કબુલાત કરવામાં આવેલ હતી.

વધુ તપાસ ચુડા પો.સ.ઇ. આઈ.કે.શેખ, એસ.ઓ.જી. ના પો.ઇન્સ. ખુમાનસિંહ વાળા, પો.સ.ઇ. એસ.બી.સોલંકી, ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. આર.ડી. ગોહિલ, આર.જે. ગોહિલ તથા ચુનંદા સ્ટાફની ટીમ દ્વારા મુદ્દામાલ સાથે નાસી ગયેલા બંને આરોપીઓને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.(૨૧.૧૮)

(1:09 pm IST)