સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th March 2018

કાલે ગીર સોમનાથ જીલ્લાના બોડીદરમાં આહિર એકતા મહોત્સવમાં રા'નવઘણ વંશના ચુડાસમા દંપતિ-ભીમળાજી વંશજ વાલ્મીકી દંપતીને આમંત્રણ

જામનગર તા.૨૪: કાલે રામનવમીના પવિત્ર દિવસે પૂર્ણ પુરૂષોતમ ભગવાન શ્રી કૃષ્ણના અંશ અને વંશજોનું ભવ્યાતિભવ્ય સંમેલન-સ્નેહમિલન નંદ દેવાયત બોદર આહિર સંસ્થાનના નેજા હેઠળ આહિર એકતા મહોત્સવ સ્વરૂપે રવિવારે તા.૨૫ના રોજ ગીર સોમનાથ જિલ્લાની ગીર ગઢડા તાલુકાના બોડીદરમાં દેવાયતગઢમાં યોજાનાર છે. તેમાં અનેકવિધ વિવિધતાસભર કાર્યક્રમોનું આયોજન છે તેમાં સમાજ વિચાર મંથનનો વિશિષ્ટ કાર્યક્રમ ખાસ પ્રકારે સમાજના સર્વાગી વિકાસ માટે યોજાયો છે.

મેરામણભાઇ ભાટુએ જણાવ્યું કે વિષ્ણુયાગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ભવ્ય લોકડાયરો, શૌર્ય પ્રદર્શન, વ્યસનમુકિત, સચોટ માર્ગદર્શનની જેમ જ સમાજ વિચાર મંથન આ મહોત્સવનું ખુબ જ અગત્યનું પાસું છે. સમાજની એકતા-અખંડીતતા-ઉત્થાન માટેના આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ભજનાનંદ આશ્રમ બોટાદના સ્વામીશ્રી આત્માનંદ સરસ્વતી રહેશે તેમજ રાજનયા મંત્રી વાસણભાઇ આહિર દિપ પ્રાગટય કરશે. જામનગર-દ્વારકાના સાંસદ શ્રી પૂનમબેન માડમ સમારંભનું મુખ્ય અતિથિ પદ શોભાવશે.

ગીર સોમનાથ જિલ્લાના બોડીદરના દેવાયત ગઢમાં તા.૨૫ને રવિવારે શ્રી રામનવમીના દિવસે ભવ્યાતિભવ્ય આહિર એકતા મહોત્સવ નંદ દેવાયત આહિર સંસ્થાન (NAND'S)ના નેજા હેઠળ યોજાનાર છે. મેરામણ ભાટુએ ઉમેર્યુ મુળ ટુંપણીના અશોકભાઇ આચાર્યના આચાર્ય પદે શાસ્ત્રોકત પરંપરાગત વિધિનુસાર યોજનાર નવકુંડી વિષ્ણુયાગ (યજ્ઞ)જે ૩૬ દંપતિ યજમાન પદે રહેશે.

જેમાંથી ૩૪ દંપતીઓ આહિર સમાજના સામાન્ય પરિવારમાંથી બીરાજશે અને આ યજ્ઞની વિશિષ્ટતાએ છે કે માત્ર આહિર સમાજના જ નહીં પરંતુ રા નવઘણના વંશજ ચુડાસમા પરિવારને પણ યજમાનપદે નિમંત્રીત કરાયા છે જેના ધંધુકાચરના દુષ્યંતસિંહ ચુડાસમાં દંપતિ યજ્ઞમાં બિરાજશે.

તેવી જ રીતે રા વંશ માટે અનેરૂ બલીદાન આપના ભીમળાજી વાલ્મીકી વંશને પણ આ તકે વિશેષ મહત્વ આપવાના ભાગરૂપે જામનગરના મોહનભાઇ નાથાભાઇ વાઘેલા અને તેમના ધર્મપત્ની વકિતબેન પણ યજ્ઞમાં યજમાનપદે બીરાજશે.

આમ આહિર સમાજ રત્ન દેવાયત બાપા બોદરની પ્રતિક તિથિની ઉજવણીમાં તેમના સંયમ-શોર્ય-બલિદાન-રાજવંશ માટેની ભવ્યતાને ઉજાગર કરવાની સાથે રા વંશ અને ભીમળાજી વંશને પણ યજ્ઞ જેવા વિશિષ્ટ ધાર્મિક કાર્યમાં વિશેષરૂપે સ્થાન અપાયેલું છે.

રવિવારે શ્રી રામનવમીના દિવસે ભવ્યાતિભવ્ય આહિર એકતા મહોત્સવમાં જે દેવાયતગઢ, બોડીદરમાં યોજાશે તે વખતે મુખ્ય નિજ મંદિરના પટાંગમાં આહિર સમાજના ઉજળા ઇતિહાસને ઉજાગર કરનાર મહાપુરૂષોનું ચિત્ર પ્રદર્શન યોજાનાર છે. જે આહિર સમાજના વિર સપુતો જેમને બલિદાન આપી સંસ્કૃતિનું જતન કરવા વિવિધ સમાજ માટે અડગતા પૂર્વક બલિદાન આપ્યા છે, શૌર્યને જીવંત રાખ્યા છે અને સમાજને મુઠી ઉચેરૂ સ્થાન અપાવ્યું છે તે સમગ્ર ભવ્ય વારસાને ઉજાગર કરનારૃં ગૌરવપ્રદ સંભારણું બની રહેશે.

જેમાં વીર સપુતો ભોજાબાપા મકવાણા, વીહા બાપા ડેર, મીમરાવીર લોડણ, ભુવડજી ચાવડા, રામબાપા ડાંગર, હાજાબાપા નંદાણીયા, નોડાજી ડાંગર, નગાબાપા હુંબલ, મેપાજી મોભ, આ અમરમા, મા રામબાઇમાં, મિત્રા બાપા બકુભા, હમીરજી ડાંગર, કરશનબાપા ડાંગર, વેજીબેન, ભીમાબાપા ગરણીયા, સામંતજી લોખીલ સહિતના સમાજના અનેક વીર-સપૂતો સતીઓ-શુરાઓના ભવ્ય બલીદાન અનન્ય રીતે વચન નીભાવવાની ટેક, આશરા ધર્મનું પાલન કરવાની ધૂન, ધર્મ અને ધરાની રક્ષા, ગૌ-બ્રાહ્મણ પ્રતિપાલકતા, માં-બહેનની રક્ષા કાજે એક વીરને છાજે તેવી કિલ્લેબંધી કરી ઉમદા દાયીત્વ નિભાવવા સહિતના અનેકવિધ વારસા જે શૌર્ય અને સાહસને નસનસમાં વહેતું કરનારા છે તેમની સ્મૃતિમાં આકર્ષક અને કલાની બુલંદી દર્શાવતું ભવ્યચિત્ર પ્રદર્શન મહોત્સવમાં આવનાર સમાજના ભાઇ-બહેનો માટે યાદગાર અને અવિસ્મરણીય બની રહેશે તેમ મેરામણ ભાટુએ જણાવ્યું હતું.(૧.૧૫) 

(12:54 pm IST)