સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th March 2018

સુરેન્દ્રનગરઃ દિવેલ-એરંડાના પાન ખાવાથી ર૮ ગાયના મોત

માલધારી સમાજના પરીવારજનો આજીવીકા માટે ગાંધીનગરના દેત્રોજ ગામે વાડીમાં પશુઓ ચરાવી રહયા હતા ત્યારે ઘટનાઃ ૮૯ ગાય સારવારમાં

વઢવાણ, તા,.રપઃ સુરેન્દ્રનગર જીલ્લાના માલધારી પરીવારનાં લોકો પોતાના પશુઓને લઇને આજીવીકા માટે ગાંધીનગર તરફ જઇ રહયા હતા. ત્યારે ગાંધીનગરના દેત્રોજ ગામમાં વાડીમાં પશુઓ ચરાવી રહયા હતા ત્યારે દિવેલ અને એરંડાના પાન ખાવાથી ર૮ ગાયના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. જયારે ૮૯ જેટલી ગાયોને સારવારમાં ખસેડેલ છે.

પ્રાપ્ત માહીતી અનુસાર સુરેન્દ્રનગર શહેર અને પંથકના પાંચ પશુપાલકો ભરવાડ સમાજના તેમની ગાયો ૧ર૦ જેટલી ગાયો લઇને ચરાવતા ચરાવતા ગાંધીનગર પાસેના દેહગામ પાસે પહોંચ્યા હતા અને આ ૧ર૦ જેટલી ગાયો દિવેલના ખેતરમાં દિવેલના પાન એરંડાના પાન ખાધા બાદ ૧ર૦ જેટલા ગાયોને દિવેલ પાન ખાધા બાદ તુરત જ અસર વર્તાઇ હતી અને ટપોટપ ગાયો જમીન ઉપર પડવા લાગેલ હતી.

જેમાં ર૮ જેટલી ગાયો તો ત્યાને ત્યાં જ ટળવળી અને ર૮ ગાયો મોતને ભેટવાની ઘટના બનવા પામેલ હતી. જયારે ૮૯ ગાયોને આ દિવેલના પાન ખાધા બાદ હાલ ઝેરી અસર ખોરાકનો ભોગ બનવા પામેલ છે.

જયારે ૮૯ જેટલી ગાયોને ખોરાકી ઝેરી અસરના સમાચાર ગાંધીનગર પશુ પાલન શાખામાં મળતા તાત્કાલીક અસરે ૮૯ ગાયોને સારવાર શરૂ કરવામાં આવેલ છે. છતા આ ગાયોને ખોરાક ઝેરી અસર ઉતરતા ઉતરતા હજુ બે દિવસનો સમય લાગવાનું પણ પશુ ડોકટર જણાવી રહયા છે.ગાંધીનગરના પશુના ડોકટર પ્રજાપતી દ્વારા સારવાર આપી પશુ પાલન વિભાગ કચેરીમાં પણ આ ઘટના અંગેની જાણકારી આપવામાં આવેલ છે. સુરેન્દ્રનગર શહેરમાં અને જિલ્લામાં લીલા ચારાની ઉનાળાની શરૂઆતમાં જ ભારે અછત વર્તાઇ રહી છે. ત્યારે આ અછતના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના પશુ પાલકો પોતાના માલ ઢોરને લઇ ચારોલો ચરાવતા ચરાવતા દિવસો પસાર કરતા હોય છે.

(11:51 am IST)