સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th March 2018

ખ્વાજાના ઉર્ષની 'છઠ્ઠી' રવિવારે, ઉમટી રહ્યો છે શ્રધ્ધાળુઓનો પ્રવાહ

વાંકાનેર તા. ર૩ :.. અજમેર ખાતે ખ્વાજા ગરીબ નવાઝના ૮૦૬ માં ઉર્ષ પ્રસંગે પહોંચેલા અમારા પ્રતિનિધિ મહમદભાઇ રાઠોડ એક અહેવાલમાં જણાવે છે કે, અહીં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે હાલના ઉર્ષ પ્રસંગે ગરમીનું તાપમાન નોંધનીય સ્વરૂપ્ૈ નીચુ જોવા મળી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તરફથી મોકલાવાયેલ ચાદર ચઢાવાયા બાદ ચાદરો સાથે હજારો શ્રધ્ધાળુઓનો પ્રવાહ દિન-પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. ખ્વાજની છઠ્ઠીનું માહત્મ્ય વિશેષ રહેતુ હોઇ, રવિવારે રજબ માસના છઠ્ઠા ચાંદે રવિવારે છઠ્ઠી હોઇ, આસ્થાળુઓનો પ્રવાહ વધુને વધુ ઉમટી રહ્યો છે.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચાંદનો તફાવત જોવા મળે છે. જે મુજબ વાંકાનેર સહિત અન્ય કેટલાક સ્થાનો પર આજે પાંચમો ચાંદ છે. જયારે અજમેર ખાતે આજે રજબની ચોથી તારીખ હોઇ, ખ્વાજાની છઠ્ઠી બે દિવસ બાદ આગામી રવિવારે રહેશે.

વર્તમાન ઉર્ષની વિવિધ તસ્વીરો દ્રશ્યમાન છે.

(11:44 am IST)