કોડીનારના છારા બંદરેથી વિદેશી દારૂની ૨૨૬૮ બોટલ સાથે બુટલેગર હનીફ શેખ ઝડપાયોઃ ૫.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત
દિવના વણાંકબોરીથી હોળી મારફતે દારૂનો જથ્થો ઉતારતો હતો
કોડીનાર તા. ૨૪ : છારા બંદરેથી વિદેશી દારૂના જંગી જથ્થા સાથે બુટેલગર હનીફ શેખને ઝડપી લેવાયો છે કોડીનાર પોલિસે ટાટા મેજીક ગાડીમાંથી દારૂની કુલ ૨૨૬૮ બોટલ જપ્ત કરી છે. પોલિસે આરોપી બુટલેગર હનીફ નથુભાઇ શેખની ઝડપી પાડ્યો છે.ઝડપાયેલ આરોપી કેન્દ્રશાસિત પ્રદેશ દિવના વણાંકબોરીથી હોળી મારફતે દારૂનો જથ્થો કોડીનારના છારા બંદરે ઉતારતો હતો, ત્યારે પોલિસે દરોડો પાડી આરોપી બુટલેગરને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓ પાસે ટાટા મેજિક ગાડી હતી અને તે સાથે કુલ ૫, ૯૫, ૬૦૦નો મુદ્દા માલ પોલીસે ઝડપી લીધો હતો.
ઉલ્લેખનીય છેકે કોડીનારમાં સતત દારૂનો ધંધો ધમધમે છે. પોલીસ કોઈને ઝડપે કે રેડ પાડે ત્યારે બે દિવસ બધું શાંત રહે ત્યાર બાદ બુટલેગરો ફરીથી દારૂની હેરફેર કરવા લાગે છે. આ કારણોથી સ્થાનિકો પણ ત્રસ્ત થઈ ઉઠ્યા છેઙ્ગઙ્ગઙ્ગઙ્ગ
કોડીનાર પોલીસે જાન્યુઆરી મહિનામાં પણ કારનો પીછો પકડી પોણા બે લાખનો ૪૬૯ બોટલ વિદેશી દારૂ અને ૯૫ નંગ બીયરની બોટલનો જથ્થો ઝડપ્યો હતો . અને કોડીનાર બાયપાસ પાસેની બજરંગ હોટલ પાસેથી જીજે-૦૩-એબી- ૫૧૬૪ને ઝડપી લઈ કારચાલક જીજ્ઞેશ ઉર્ફે જીગો બાબુ ભાલીયાને ઝડપ્યો હતો.
પીપળી રોડ ઉપરની ઇંગ્લીશ દારૂ બોટલ નં. ૨૨૬૮ કિં.રૂ. ૪,૪૨,૮૦૦ના દારૂ સાથે પકડી પાડી કુલ રૂ. ૫૯૫૬૦૦નો માલ કબ્જે કર્યો છે. ગીર સોમનાથ એસ.પી.ની સુચના મુજબ અને નાયબ એસપીના માર્ગદર્શન હેઠળ કોડીનારના પી.આઇ. બી.એન.ખાંભલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીએસઆઇ કે.એન.અઘેરા, કે.વી.પરમાર, સ્ટાફના કે.વી.ગૌસ્વામી, ડી.એમ.પરમાર, સુરેશભાઇ, કૌશિકભાઇ, કલ્પેશભાઇ, લતાબેન વગેરે સ્ટાફે કોડીનાર તાલુકાના પીપળી રોડ ઉપર વોચ ગોઠવી હતી.