સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th February 2021

કચ્છમાં ચૂંટણી પ્રચાર વેળાએ ચાલુ સભામાં યુવકે કર્યા મંત્રીને સવાલ : વિડિઓ વાયરલ

કઈ કામ ના કર્યા અને વચેટિયા રાજ ચાલતું હોવાના આક્ષેપ કર્યા

ભુજઃ ગુજરાતમાં આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કચ્છમાં પ્રચાર દરમિયાન રૂપાણી સરકારમાં રાજયકક્ષાના મંત્રી વાસણ આહીરને કડવો અનુભવ થયો હતો. વરલી ગામે પ્રચાર દરમિયાન લોકોએ પ્રશ્નો પૂછતાં મંત્રી ક્ષોભમાં મુકાયા હતા.

ચાલુ સભામાં યુવાને મંત્રીને કરેલા કામ બાબતે સવાલો પૂછ્યા હતા અને કંઈ કામ ન કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. યુવકે વચેટીયા રાજ ચાલતું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

(1:08 pm IST)