સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th February 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૬ મહિનામાં પ હત્યાની ઘટનામાં પોલીસે ટીમ વર્કની ઝડપથી ભેદ ઉકેલ્યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૪ :  દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા થતી કુનેહપૂર્વકની ઝડપી કામગીરીની છ માસમાં હત્યાના બનાવો પાંચ બન્યા પણ બનાવના ર૪-ર૪ કલાકમાં જ હત્યાના ભેદ ઉકેલીને આરોપી ગુનગારોને ઝડપી લઇને દ્વારકા જિ. પોલીસ દ્વારા ટીમવર્ક  તથા ઝડપી કામગીરી તથા ટેકનોલોજીનો ઉપયોગ કરીને અનોખી ઓળખ ઉભી કરી છે.  ગઇકાલે ભાણવડની હત્યાનો પણ ર૪ કલાકમાં ભેદ ઉકેલીને આરોપીઓ પકડી લીધા હતા.

દ્વારકા જિ. પોલીસ વડાશ્રી સુનીલ જોશી, ડી.વાય.એલ.પી. શ્રી હિરેન્દ્ર ચૌધરી, સમીર સારડી, સી.સી. ખટાણા, એલ.સી.બી.પો.ઇ. જે.એમ. ચાવડા, એસ.ઓ.જી.પી.આઇ. એ.ડી. પરમાર તથા વિવિધ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ દ્વારા સુંદર કાર્યવાહી થઇ હતી.

(12:44 pm IST)