સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th February 2021

જુનાગઢ ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ યુવક મંડળના હોદ્દેદારોની વરણી અને સન્માન સમારોહ

જુનાગઢઃ ધાર્મિક ફામ હાઉસ ખાતે ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજના મુખ્ય હોદ્દાઓ પર જેમને સ્થાન મળ્યું છે અને સમસ્ત બ્રહ્મ સમાજનુ નેતૃત્વ સોપેલ છે. તેઓનું યુવક મંડળ દ્વારા સન્માનનો કાર્યક્રમ તેમજ યુવક મંડળની નવી ટીમની વરણી કરવામાં આવેલ જેમા ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ યુવક મંડળના પ્રમુખ તરીકે દેવાંગ વ્યાસ ઉપપ્રમુખ તરીકે મયુર દવે મહામંત્રી તરીકે પી.સી.ભટ્ટ મંત્રી વિશાલ પુરોહીત ખજાનચી તરીકે જીજ્ઞેશ પંડયા સંગઠન મંત્રી તરીકે રોહિત ઠાકર મીડીયા કન્વિનર ઋષિ જોષી અને કાર્યાલય મંત્રી તરીકે યોગેશ પંડયાની નિમણુંક કરવામાં આવેલ આ તકે જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કે.ડી.પંડયા શહેર પ્રમુખ પ્રફુલ્લભાઇ જોષી, હિમાન્સુભાઇ પંડયા, પુનિતભાઇ શર્માનું સન્માન કરાયું હતું આતકે જયદેવભાઇ જોષી, મહેશભાઇ જોષી, બટુકબાપુ, હસુભાઇ જોષી સહીતના ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ વિનુ જોષી, તસ્વીર, મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:50 am IST)