સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th February 2021

મોરબીના ઘુનડામાં રોગચાળાથી ઘેટાને બચાવવા રસીકરણ અભિયાન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૪ : મોરબી નજીકના દ્યુનડા ગામે માલધારીઓના દ્યેંટા છેલ્લા ૧૫ દિવસથી મૃત્યુ પામી રહ્યા હોય અને ૧૫ દિવસના સમયગાળામાં ૨૦૦ જેટલા દ્યેટાના મોત થયા હોવાની માહિતી માલધારી અગ્રણી વાલાભાઈ રબારી પાસેથી પ્રાપ્ત થઇ હતી તેમજ માલધારી પરિવારોએ દ્યેટામાં રોગચાળા અંગે પશુ ડોકટરને જાણ કરતા મોરબીના પશુ ડોકટર અમિતભાઈ કાલરીયાની ટીમ દોડી ગઈ હતી. ઘેટાઓને સીપોકસ નામનો રોગ લાગુ પડ્યાનું તારણ જણાઈ આવ્યું હતું જે રોગચાળા માટેની રસી પણ મોરબીમાં ઉપલબ્ધ હોય જેથી પશુ ડોકટર ટીમે જરા પણ વિલંબ કર્યા વિના રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું પશુ ડોકટર અમિતભાઈ કાલરીયાના માર્ગદર્શન હેઠળ પશુઓને રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું જેથી માલધારી પરિવારોએ રાહત અનુભવી હતી.

(11:46 am IST)