News of Friday, 24th January 2020
કચ્છ યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક ફરી લંબાઇ : સતત બીજીવાર સર્ચ કમિટિ રદ્દ
કોંગ્રેસે કચ્છના ઉચ્ચ શિક્ષણનું ભાવિ અંધકારમય ગણાવ્યું
ભુજ તા. ૨૪ : કચ્છ યુનિવર્સિટીનું ગાડું સતત ઇન્ચાર્જ કુલપતિ ા ભરોસે ગબડી રહ્યું છે. સરકાર દ્વારા સતત બીજી વખત સર્ચ કમિટી રદ્દ કરાતાં હવે કુલપતિની નિમણુંકની પ્રક્રિયા ફરી એકવાર ખોરંભે પડી છે.
કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને યુવા કોંગ્રેસી આગેવાન દિપક ડાંગરે સરકાર દ્વારા કચ્છને સતત અન્યાય કરાતો હોવાની લાગણી વ્યકત કરી છે. આથી અગાઉ પણ એક વખત સતત ત્રણ વર્ષ સુધી કાયમી કુલપતિની નિયુકિત વિલંબ માં પડી હતી. સરકારની ઉપેક્ષા અને કચ્છના પ્રજાકીય પ્રતિનિધિઓ ની ઉદાસીનતાને કારણે કચ્છના ઉચ્ચ શિક્ષણનું ભાવિ અંધકારમય હોવાની લાગણી વ્યકત કરી કોંગ્રેસે સરકારને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે.
(12:05 pm IST)