ઉપલેટામાં માર્ગ સલામતી સપ્તાહ
ઉપલેટાઃ ૩૧માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે નામાંકિત શ્રીમતી આર. પી. ભાલોડીયા કોલેજ દ્વારા રોડ સેફટી મેનેજર બિલ એન્ટોની (અશોક બિલ્ડર)નું વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે બિલ એન્ટોનીએ પોતાના વ્યાખ્યાનમાં અકસ્માતો નિવારવા, ટ્રાફીકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, ટ્રાફીક સિમ્બોલન કઇ રીતે અનુસરવુ અને ઓએચપી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ આ પ્રસંગે કોલેજના પ્રોફેસરો સહીતનો સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત કોલેજની વિદ્યાર્થીની બહેનોએ શહેરમાં ટ્રાફીક સપ્તાહ રેલીમાં પણ ભાગ લીધેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના કાર્યશીલ પ્રિન્સીપાલ પ્રો. ડો. મહેન્દ્ર કાલાવડીયાના માર્ગદર્શન નીચે પ્રોગ્રામ ઓફિસર પ્રો. ડો. આઇ. આર. સીંગ તથા પ્રો. એસ. જે. દાવડા સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની તસ્વીર. (તસ્વીર ભોલુ રાઠોડ-ઉપલેટા)