સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th January 2020

શેમળાના ખેડૂતે ઓર્ગેનિક ખેતીથી જામફળનો મીઠાશ ભર્યો પાક મેળવ્યો

ગાય આધારિત ખેતીથી જમીન ફળદ્રુપ થાય છે અને ખેત ઉત્પાદન પણ વધે છે

ગોંડલ,તા.૨૪:ગોંડલ તાલુકાના શેમળા ગામે રહેતા અને ખેતીકામ કરતા પ્રગતિશીલ ખેડૂત એવોર્ડ વિજેતા ભગવાનજીભાઈ રામાણીએ આત્મા પ્રોજેકટ રાજકોટના વીરેનભાઈ ત્રાડા ના સહયોગથી છેલ્લા ઘણા વર્ષોથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે તેમજ વડતાલ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ની તાલીમ મેળવીને માસ્ટર ટ્રેનર બની ખેડૂતલક્ષી અભિયાન પણ શરૂ કર્યું છે.

જેમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતગાર કરી રહ્યા છે, સાથે બાગાયતી પાક જેવા કે લાલ જામફળ નું વાવેતર કરી મીઠાશ વાળા લાલ જામફળ સાથે આવકમાં પણ વધારો થઇ શકે છે,

સુભાષ પાલેકર આધારિત ખેતી થી ખેતીની જમીનમાં રહેલું ઝેરી રસાયણ દૂર થાય છે અને જંતુનાશક દવાનો ઉપયોગ પણ ઓછો કરવો પડે છે સાથે વધુ ઉત્પાદન મળવાની સાથે લોકોના સ્વાસ્થ્ય સુધારવામાં પણ ભાગીદાર થઇ શકીએ છીએ તેવું અંતમાં જણાવ્યું હતું.

(11:51 am IST)