સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 23rd December 2020

મોવૈયાના ખેડુતોની સિંચાઇ સુવિધા અંગે વિજયભાઇ સમક્ષ રજુઆત

રાજકોટ-પડધરીના ભાજપના આગેવાનોએ મુલાકાત લીધી

રાજકોટ : પડધરી -મૌવૈયાની સિંચાઇ મંડળીની પાણીની સુવિધા પુનઃ શરૂ કરવા ભાજપના આગેવાનોએ ગઇકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને મળીને રજુઆત કરતા તેમણે આશાવર્ધક પ્રતિસાદ આપ્યો હતો. નજીકની કેનાલમાંથી પાઇપ લાઇન દ્વારા મોવૈયા પંથકના ખેડુતોને સિંચાઇનો લાભ વર્ષોથી મળતો હતો. સરકારી તંત્રએ પાઇપ લાઇન કાઢી નાખતા ખેડુતોને શિયાળુ પાકમાં પાણી માટે મુશ્કેલી થઇ છે. મોવૈયા સિંચાઇ મંડળી મારફતની અગાઉથી પાણીની સુવિધા ફરી શરૂ કરવા માટે રજુઆત કરવામાં આવી છે પ્રતિનિધિ મંડળમાં રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયા, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો ધીરૂભાઇ તળપદા, પરસોતમભાઇ સાવલિયા, તાલુકા ભાજપ પ્રમુખ હકુભા જાડેજા, મહામંત્રી મનોજ પેઢડિયા, ઉપસરપંચ મહેશ સુદાણી વગેરે જોડાયા હતા.

(11:09 am IST)