સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 23rd December 2020

જોડિયાનાં ભાદરાનાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પૂ.પ્રમુખસ્વામી મહારાજના જન્મદિનની ઉજવણી

વાંકાનેરઃ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા મુકામે આવેલ સુપ્રસિદ્ઘ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજશ્રી ના જન્મ સ્થળ બીએપીએસ મંદિર, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વિશ્વ વંદનીય પરમ પૂજયશ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રીના (૯૯)માં જન્મદિવસની ભકિતમય ના દિવ્ય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવેલ હતી ,, આ દિવ્ય પાવન પર્વે BAPS મંદિરમાં સવારના ભવ્ય 'શણગાર આરતી' સમયે પૂજય વંદનીય શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રી નું પૂજન અર્ચન ભાદરા મંદિરના કોઠારી સ્વામીશ્રી ધર્મકુંવરસ્વામીજીએ કરેલ હતુ, તેમજ સર્વે સંતો મંડળની સત્સંગ પ્રવચનનું આયોજન માત્ર સંતો પૂરતું કરવામાં આવેલ હતું તેમજ સાંજના શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રી ના જન્મ જયંતી નું જીવંત પ્રસારણ સર્વે સંતો સાથે મળીને લાભ ગ્રહણ કરવાનું નક્કી કરેલ હતું , તેમજ શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રી ની દિવ્ય મૂર્તિ ભાદરા મંદિરમાં બિરાજમાન છે ,,, જયાં પુષ્પો ની સૂભોશીત કરવામાં આવેલ હતું ,, તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાન ના નિજ મંદિર ને સૂભોશીત કરવામાં આવેલ હતા ,,, ભાદરા BAPS મંદિર એ શ્રી ગુણાતીતાનંદ સ્વામીજી નું જન્મસ્થળ ની પાવન ભૂમિ છે ,,, જયાં પૂજય પ્રમુખ સ્વામી મહારાજશ્રી આ બાજુ આવે એટલે જરૂર દર્શન કરવા પૂજય બાપા પધારતા હતા ,,, અને ભાદરા, જોડિયા, જામનગર, તેમજ સૌરાષ્ટ્રના ભકતો તેમના દિવ્ય દર્શન, સત્સંગના લાભ લેવા પધારતા હતા ,,, ભાદરામાં ભવ્ય બી, એ, પી, એસનું મંદિર આવેલુ છે,,, પૂજય શ્રી પ્રમુખ સ્વામી મહારાજશ્રી ના જન્મોત્સવ નિમિતે સહુ હરી ભકતજનો એ પૂજય બાપાના દર્શનનો અમૂલ્ય લાભ લીધેલ હતો જ ભાદરા મંદિરના ભકતજન ભરતભાઈ ગણાત્રાની યાદીમાં જણાવાયું છે. (તસ્વીર અહેવાલઃ હિતેશ રાચ્છઃ વાંકાનેર)

(9:58 am IST)