સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

જામનગર જીલ્લાનાં ૨ તત્કાલીન સરપંચોની ૧.૮૯ લાખના ચુકવણા પ્રકરણમાં ધરપકડ બાદ એસીબી દ્વારા પૂછપરછ

તસ્વીરમાં મહિલા અને પુરૂષ સરપંચ નજરે પડે છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: જામનગર જીલ્લાના ૨ તત્કાલીન સરપંચોની એસીબી ટીમે રૂ.૧.૮૯,૪૦૦ના ચુકવણામાં ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત  માહિતી મુજબ પ્રફુલ્લચંદ્ર દામજીભાઇ સંચાણીયા, ઉ.વ.૫૫,

ઇન્ચાર્જ - તાલુકા વિકાસ અધિકારી,જામજોધપુર

જી.જામનગરએ આરોપીઃ (૧) શ્રીમતી મુરીબેન નથુભાઇ રાઠોડ તત્કાલીન સરપંચશ્રી, ચુર ગ્રામ પંચાયત, તા.જામજોધપુર જી.જામનગર, નિતેશસિંહ ગંભીરસિંહ જાડેજા, તત્કાલીન સરપંચશ્રી, ચુર ગ્રામ પંચાયત તા.જામજોધપુર જી. જામનગર તથા તપાસમા ખુલે તેની સામે ફરિયાદ કરી હતી.

જેથી એસીબી ટીમે થાણાથી દક્ષિણે આશરે ૮૦ કી.મી. દુર ચુર ગામ તા.જામજોધપુર જી.જામનગર ખાતે સરકારશ્રીને કરેલ આર્થીક નુકશાન આરોપીઓએ સતાનો દુરઉપયોગ કરી સરકારશ્રીને રૂ.૧,૮૯,૪૦૦/નું નુકશાન કરેલ છે. તે અંગે કાર્યવાહી કરી હતી.

જેમાં જણાવાયુ છે કે, જામજોધપુર તાલુકાના ચુર ગામમાં ચુર ગ્રામપંચાયત દ્વારા સને ૨૦૧૬ થી સને ૨૦૧૭ ના વર્ષ માં સરકારશ્રીની જુદી જુદી યોજનાઓ હેઠળ થયેલ વિકાસના કામો પૈકી રબારીવાસમાં પાણીની ટાંકી તથા ગામતળમા પાઇપ લાઇનનું કામ થયેલ ન હોવા છતા આ કામના આરોપીનં. (૧) તથા આરોપીનં. (ર) નાઓએ તત્કાલીન સરપંચ તરીકે આ બન્ને કામ પેટે રૂ.૧,૮૯,૪૦૦/- નું સબંધીતોને ગેરકાયદેસર ચુકવણું કરી તથા આ ચુકવણા કરતા પૂર્વે જવાબદાર અધિકારી કર્મચારીઓએ સ્થળ ઉપર કામ થયાની ખાતરી કર્યા વગરમાપ પોથીમાં ખોટા માપોની નોંધ કરી, ગેરરીતી કરી,કામ થયેલ ન હોવા છતા કમ્પલીશન સર્ટીફીકેટ આપી, આ કામના સબંધિતોના નામના વાઉચરો બનાવી,કામ થયેલનું દર્શાવી,કામ અંગે ખોટી માપ પોથી તથા ખોટા કમ્પલીશન સર્ટી બનાવી,ખોટું દસ્તાવેજી રેકર્ડ ઉભુ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી,આ બંન્ને કામો પેટે રૂ.૧,૮૯,૪૦૦/- નુ ચુકવણું કરી ,એકબીજાનું મીલાપીપણું કરી ,પોતાની સત્તાનો દુરઉપયોગ કરી,અનુચીત લાભના હેતુ થી , પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ગુન્હાહીત કાવતરૂ રચી, વિકાસના કામોમાં ગંભીર પ્રકારની નાંણાકીય અનિયમીતતા આચરી,વિકાસના બંને કામો ન થયેલ હોવા છતા સબંધીતોને રૂ.૧,૮૯,૪૦૦/- (અંકે રૂપીયા એક લાખ નેવ્યાસી હજાર ચારસો પુરા) નો ગેરકાયદેસર આર્થીક લાભ કરાવી સરકારશ્રી સાથે ગુન્હાહીત વિશ્વાસઘાત કરી સરકારી નાણાની ઉચાપત કરી સરકારશ્રીને આર્થિક નુકશાન કરી ગુન્હો કર્યો છે.

ંતપાસ એ.ડી.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટે., જામનગર અને  સુપર વિઝન અધિકારીઃ- એ.પી. જાડેજા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ કરી રહ્યા છે.

(12:54 pm IST)