પડધરીના ખામટામાં જીલ્લા સહકારી બેન્કની વિડીયો કોન્ફરન્સ વાર્ષિક સભા
પડધરીઃ સહકારી ક્ષેત્રે પ્રથમ હરોળનું સ્થાન પ્રાપ્ત કરનાર રાજકોટ જિલ્લા સહકારી બેંકની વિડીયો કોન્ફોરન્સના માધ્યમથી ૬૧મી વાર્ષિક સભા યોજાઇ હતી રાજકોટ અને મોરબી જિલ્લાના ૮ સ્થળોએ સાધારણ સભા યોજાઇ હતી જેમાં પડધરી અને લોધીકા તાલુકાની સાધરણ સભા ખામટા કન્યા છાત્રાલય ખાતેે યોજાયેલ ઉપસ્થિત રહેલ સહકારી અગ્રણીઓ ડિરેકટર ડો. ડાયાભાઇ જે. પટેલ, ડીરેકટર, વિરભદ્રસિંહ જાડેજા ધારાસભ્ય લલીતભાઇ કગથરા, પૂર્વ ધારાસભ્ય બાવજીભાઇ મેતલીયા, પી.પી.વૈશ્વન, પડધરી તાલુકા સંઘના પ્રમુખ રાઘવજીભાઇ લુણાગરીયા, પ્રોસેસીંગ મંડળીના પ્રમુખ રતીભાઇ બોડા, ડેપ્યુટી મેનેજર ઝોનલની પી.એચ.પેડીયા, તાલુકા શાખા મેનેજર ડી.ટી. ભાગીયા તેમજ પડધરી અને લોધીકા તાલુકાના પ્રતિનિધિ સભાસદો ખેતી વિષયક મંડલી ના મંત્રીશ્રીઓ તેમજ બન્ને તાલુકાના તમામ બેંકની શાખાના મેનજેર ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીરઃ અહેવાલઃ મનમોહન બગડાઇ, પડધરી)