સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

જુનાગઢની 'ડોગ રેખા'નું કેન્સરમાં અંતે મોતઃ પોલીસ દ્વારા દફન વિધિ

જુનાગઢ, તા.૨૩: જૂનાગઢ જિલ્લા પોલીસમાં સને ૨૦૧૦ની સાલથી કાર્યરત ડોગ રેખાનું મોઢાના ટ્યુમર કેન્સરની સારવાર દરમિયાન અવસાર્નં થયેલ હતું. આ ર્ંડોગ રેખાના હેન્ડલર કમલેશભાઈ પ્રજાપતિ દ્વારા તેની સારવાર પણ કરાવવામાં આવેલ હતી. દરમિયાન તેની ત્રણ ત્રણ વખત સર્જર્રીં પણ કરવામાં આવી હતી. જેનું અવસાન થતાં, ર્ંજિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી,ર્ં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, આરએસઆઈ પીયૂષ જોશી, ડોગ હેન્ડલર કમલેશભાઈ પ્રજાપતિ, રવજીભાઈ હુણ, સહિતના ર્ંઅધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં શોક સલામી આપી, સન્માન સાથે દફનવિધિ કરી, વિદાર્યં આપવામાં આવી હતી. આ વિદાય પ્રસંગે ડોગ રેખાનું દાન કરનાર દીપકભાઈ પરમાર તથા શ્વાન પ્રેમીઓ ખાસ હાજર રહ્યા હતા. પોલીસ ખાતામાંથી ડોગ રેખાના અવસાન થતાં, પોલીસ સ્ટાફ અને હાજર લોકો ભાવ વિભોર થયા હતા.

જૂનાગઢ જિલ્લા પોલીસમાં ડોગ રેખા સને ૨૦૧૦થી કાર્યરત છે, જેને વેરાવળના દિપકભાઈ લખુભાઈ પરમાર દ્વારા ડોનેટ કરવામાં આવી હતી. જયારથી જૂનાગઢ પોલીસમાં કાર્યરત છે, ત્યારથી હેન્ડલર કમલેશભાઈ મગનભાઈ પ્રજાપર્તિં જ રહયા છે. અવસાન પામનાર ડોગ રેખા સ્નિફર ડોગ હતી અને એકસપલોજીવ પકડવામાં માહિર હતી. ભૂતકાળમાં એક વર્ષ પહેલા સાપર પુલ નીચેથી ડિટોનેટર વાયર પકડી પાડવામાં અગત્યની ભૂમિર્કાં ભજવેલ હતી. ઉપરાંત ર્ંઅવાર નવાર વીઆઇપી બંદોબસ્તમાં એકસપલોજીવ ચેકીંગની અગત્યની કામગીર્રીં કરવામા આવેલ હતી. ઉપરાંત જયારે જયારે બીડીએસ દ્વારા કોઈ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવતી, ત્યારે ર્ંઅવસાન પામેલ ડોગ રેર્ખાં દ્વારા ર્ંલીલી પરિક્રમા, શિવરાત્રી, દરમિયાન પણ અગત્યની ચેકીંગની કામગીર્રીં કરવામાં આવેલ હતી.

(12:51 pm IST)