સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

જુનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : બે માસમાં ૧ર૭૯ કેસ

જુનાગઢ, તા.ર૩: જુનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે અને છેલ્લા બે માસમાં ૧ર૭૯ પોઝીટીવ કેસનો વધારો થયો હોવાનું જાણવા મળેલ છે.

કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે, પરંતુ લોકોની બેદરકારીને કારણે કોરોના પોઝીટીવ કેસ વધી રહ્યા છે.

રવિવારે જુનાગઢ જિલ્લામાં નવા ર૭ કેસ નોંધાયા હતાં. જોકે ૧૦ દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

જુનાગઢ શહેર કે જિલ્લામાં કર્ફયુ નથી પરંતુ લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. છેલ્લા બે માસમાં જિલ્લામાં ૧ર૭૯ કોરોના કેસ નોંધાયા છે જેની સામે ૧૪૩ર દર્દી ડિસ્ચાર્જ પણ થયા છે.

હાલ શિયાળાની ઋતુ ચાલી રહી હોય શરદી, ખાંસી વગેરે બિમારીમાં રખાયેલી બેદરકારી કોરોનાને નિમંત્રણ આપી શકે છે. આથી લોકોએ કોરોના ગાઇડ લાઇનનું અવશ્ય પાલન કરે તે અતિ આવશ્યક છે. (૮.૧૦)

(12:45 pm IST)