સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

ગોંડલ નજીક ટ્રેન હડફેટે કારચાલક યુવકના મોતના ઘેરા પડઘાઃ રેલ્વે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ

ગોંડલ તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત કાર અને ટ્રેન તથા મૃતક યુવકનો મૃતદેહ નજરે પડે છે(તસ્વીરઃ ભાવેશ ભોજાણીઃ ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય - હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ, તા.૨૩: મુજબ શહેરના ભોજરાજપરા વિસ્તારમાં રહેતા અને જામવાડી જીઆઇડીસીમાં ટીનિંગ મિલમાં નોકરી કરતા સંજયભાઈ ટીલાળા બપોરના સુમારે ઞ્થ્૦૩ણ્ય્ ૫૫૮૩ નંબર ની કાર લઈ પસાર થઇ રહ્યા હતા ત્યારે ફાટક ખુલ્લુ હોય રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે સોમનાથ જબલપુર ટ્રેન આવી ચડતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો અને કારનો કડુસલો બોલી જવા પામ્યો હતો. જેમાં સંજયભાઈ ટીલાળાનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ જવા પામ્યા હતા સોમનાથ જબલપુર ટ્રેન ધસમસતી આવી રહી હોવાની જાણ ફાટકના ગેટમેન હરસુખ રવજીભાઇ સાવલિયા ને હોવા છતાં પણ ફાટક બંધ ન કરતા તેની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો, રેલવે પોલીસ અને સિટી પોલીસના પી એસ આઈ બી એલ ઝાલાએ દ્યટનાસ્થળે દોડી જઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ફાટક ના ગેટ મેન હરસુખ સાવલિયા વિરુદ્ઘ જ્ઞ્ષ્ટણૂ ૩૦૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક સંજયભાઈ ટીલાળા બે ભાઈઓ માં નાના હતા અને ટીનિંગ મિલ માં કામ કરી ગુજરાન ચલાવતા હતા.

ગોંડલનાં સાંઢીયાપુલ નજીક ફાટક પાસે સોમનાથ થી જબલપુર જઇ રહેલી ટ્રેન હડફેટે કાર ચાલક નાં થયેલાં મોત ની દ્યટનાં નાં રેલ્વે તંત્રમાં ઘેરાં પ્રત્યાઘાત પડયા છે.બનાવ નાં પગલે રાજકોટ,ભાવનગર થી ડીઆર એમ ગોંડલ દોડી જઇ અકસ્માત ની વિગતો મેળવી રેલ્વે બોડઁ ને જાણ કરતાં કમિશનર ઓફ રેલ્વે સેફટી આર.કે શર્મા આજથી બે દિવસ માટે રાજકોટ ડીવીઝન ઓફીસ કોઠી કંમ્પાઉન્ડ ખાતે આવી ઇન્કવાયરી કરનારાં છે.

જેતપુર રોડ રેલવે ટ્રેકની ઉપર સાંઢિયા પુલ નું કામ છેલ્લા ચાર-પાંચ વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહ્યું હોય સાંઢિયા પુલ ની પાસે જ રોડ પર ફાટક કરી ડાયવર્ઝન અપાયું હોય ગાડા માર્ગ ના કારણે વાહનચાલકોને રોજિંદા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય આજે આ મુશ્કેલીમાં વધુ એક માનવ જિંદગી તંત્રના પાપે હોમાઈ જવા પામી છે.

(11:40 am IST)