News of Saturday, 23rd November 2019
કચ્છમાંથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો
રમઝાન સુખીયાની જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા પુછપરછ
ભુજ તા ૨૩ : બી.એસ.એફની ૭૯ અટાલિયને કચ્છ સરહદેથી પાકિસ્તાની શખ્સને ઝડપી પાડયો છે. ગઇકાલે કચ્છની રણ બોર્ડરે પેટ્રોલીંગ કરતી બી.અસ.એફની ટુકડીએ ઝડપેલ ઘુસણખોરનું નામ રમઝાન સુખીયા છે. ૪૮ વર્ષીય આ પાકિસ્તાનીને બી.એસ.એફે બોર્ડર પીલર ૧૧૩૧ નજીકથી ઝડપી પાડયો હતો. આ શખ્સની પ્રથામીક પુછપરછ કર્યા બાદ તેને સરહદી વિસ્તારના દયાપર પાોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. જયાંતેની વિરૂધ્ધ ગુનો નોંધીને ભુજ જેઆઇસીમાં ખસેડાશે. ભુજ જોઇન્ટ ઇન્ટરોગેશન સેન્ટર જેઆઇસી મધ્યે તમામ એજન્સીઓ દ્વારા સંયુકત પુછપરછ કરાશે.
(3:26 pm IST)