સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd November 2019

મોરબી જિલ્લામાં ૧૦૯૮ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ લીધો : શિક્ષણાધિકારીની મહેનત ફળી

મોરબી,તા.૨૩: મોરબી જીલ્લામાં ૧૦૯૮ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો રહ્યો હતો. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કામગીરીની શિક્ષણ મંત્રીએ નોંધ લીધી અને ડીપીઈઓને સન્માનિત કર્યા છે.

હાલ ખાનગી શાળાઓની બોલબાલા જોવા મળી રહી છે અને સૌ કોઈ મોંદ્યી ફી ભરીને પોતાના બાળકોને ખાનગી શાળામાં જ અભ્યાસ કરાવે છે ત્યારે મોરબી જીલ્લાના કર્તવ્યનિષ્ઠ અધિકારીની મહેનતને પગલે ઉલટો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને મોરબી જીલ્લામાં ૧૦૯૮ વિદ્યાર્થીઓના સરકારી શાળા તરફ પ્રયાણને શિક્ષણ મંત્રીએ બિરદાવી મોરબીના શિક્ષણ અધિકારીને સન્માનિત કર્યા છે

મોરબી જીલ્લાના વિવિધ તાલુકામાં ખાનગી શાળામાંથી ધોરણ ૨ થી ૮ ના કુલ ૧૦૯૮ વિદ્યાર્થીઓ એ સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો છે અને આ બાબતની નોંધ રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ લીધી હોય અને ટાગોર હોલ પાલડી અમદાવાદ ખાતે યોજાયેલા પ્રતિબધ્ધતા સન્માન કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેન અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખને પ્રશસ્તી પત્ર અર્પણ કર્યો છે

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખે આ એવોર્ડ મોરબી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળામાં કાર્યરત તમામ ગુરુજનોને અર્પણ કરતા જણાવ્યું કે મોર જેમ પીંછાથી રળિયામણો લાગે છે એમ આ એવોર્ડના સાચા હકદાર મારા તમામ શિક્ષકો ભાઈઓ અને બહેનો છે, એમની મહેનત અને કર્તવ્યનિષ્ઠાના પરિણામે જ મોરબી જિલ્લાનું નામ સમગ્ર રાજયમાં ગુંજતું થયું છે,ઙ્ગ ભવિષ્યમાં પણ આવી પ્રસંશનીય કામગીરી મારા ગુરુજીઓ કરતા રહેશે અને મોરબી જિલ્લાના આ અનેરા સન્માન બદલ સન્માનના સાચા યશભાગી સૌ ગુરુજનોને પોતાને મળેલ એવોર્ડ અર્પણ કરી સૌની મહેનતને બિરદાવી છે અને અભિનંદન પાઠવેલ છે

(11:39 am IST)