સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

વાંકાનેર-મોરબી હાઈવે પર હિટ એન્ડ રન :અજાણ્યા વાહને અડફેટે લેતા ભાડિયાદના યુવાનનું કરૂણમોત

અજાણ્યા વાહનચાલક સામે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ

 

વાંકાનેર મોરબી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં અજાણ્યા વાહનચાલકે મોટર સાયકલને ઠોકર મારતા યુવાનનું મોત થયું છે

મોરબીના ભડિયાદના રહેવાસી રવજીભાઈ લલ્લુભાઈ ભાવનગરીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૧૮ ના રોજ તેનો દીકરો રમેશ મોટરસાયકલ નં જીજે ૧૦ એઈ ૦૩૪૭ લઈને વાંકાનેર મોરબી હાઈવે પરથી જતો હોય ત્યારે અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું છે જયારે આરોપી વાહનચાલક વાહન લઈને નાસી ગયો છે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

(1:01 am IST)