સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd November 2019

મોરબી પોલીસે દેશી દારૂની હેરાફેરી કરતા બે કાર દેશી દારૂની ભઠ્ઠી સહીત ત્રણ આરોપીને ઝડપી લીધા

 

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે દારુની હેરાફેરી કરનાર પર તબાહી બોલાવી દેશી દારૂની હેરાફેરી કરતી બે કાર તેમજ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી છે

   મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પીઆઈ પી બી ગઢવીની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કિશોરદાન ગઢવી અને પી જાડેજાને મળેલી બાતમીને આધારે વિસીપરામાં આરોપી ઇમરાન હૈદર કટિયા( રહે માળિયા )અને સિકંદર કાદર ભટ્ટી (રહે વિસીપરા )અને હફીજા રફીક બલોચ (રહે ફૂલછાબ કોલોની, વિસીપરા )વાળાને દેશી દારૂની હેરાફેરી કરતા અને દેશી દારૂની ચાલુ ભઠ્ઠીના સાધનો સાથે ઝડપી લઈને કુલ ૯૭,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

કામગીરીમાં બી ડીવીઝન પોલીસ મથકના રમેશભાઈ મિયાત્રા, ભગીરથભાઈ લોખીલ, વનરાજભાઈ ચાવડા, મુકેશભાઈ જીલરિયા, ભાનુભાઈ બાલાસરા, અર્જુનસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ચાવડા સહિતની ટીમ રોકાયેલ હતી

(12:45 am IST)