સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd October 2021

જામનગરની એમ પી.શાહ મેડિકલ કોલેજમાં ક્ષય રોગ અને ક્ષય નિર્મૂલન અન્વયે પરિસંવાદ યોજાયો

જામનગર, તા.૨૩: જામનગર ની એમ પી.શાહ મેડિકલ કોલેજ માં ગત તારીખ ૧૬ અને ૧૭ ઓકટોબર ના તબીબી વિદ્યાર્થીઓ માટે મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ક્ષય રોગ અને રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ વિષય પર બે દિવસીય આ પરિસંવાદમાં ડો.કૈવંત પટેલ,ડો. ગૌરવ ખેડીયા,ડો. રણજીત સુવા, ડો. અનેરી પરીખ ,ડો.ભાવેશ મોદી,ડો.ફોરોઝ ઘાંચી વગેરે દ્વારા વકતવ્યરૂપી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. સાથે વિસ્તૃત પ્રશ્નોત્તરી અને ચર્ચા - સંવાદનું પણ આયોજન થયું હતું.

આ પરિસંવાદના પ્રારંભમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, એસ. ડી. એમ આસ્થા ડાંગર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાર્થ કોટડીયા, ટીબી ટાસ્ક ફોર્સના ચેરમેન ડો ભાવેશ મોદી, મેડીકલ કોલેજ ના ડિન ડો.નંદીની દેસાઈ, તબીબી અધિક્ષક ડો.દિપક તિવારી, ચેસ્ટ વિભાગ ના ઈન્ચાર્જ ડો.એસ.એસ.ચેટરજી, જિલ્લા ક્ષય અધિકારી ડો. ભારતીબેન ધોળકિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા .અને દીપ પ્રાગટય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે કેસ પ્રેઝન્ટેશન કોમ્પિટિશન રાખવામાં આવી હતી. જેમાં ૨૨ જેટલા અંડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓએ રસપ્રદ કેસો પેનલ સમક્ષ રજૂ કર્યા હતા.

તા.૧૭ ના બીજા દિવસે ૨૦૦ વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી. આ સેશનમાં ડો.ફિરોઝ ઘાંચી, ડો. ભાવેશ મોદી, ડો. નમ્રતા મકવાણા , ડો. કૈવંત પટેલ, ડો.અનેરી પરીખ, ડો.રણજિત સુવા વગેરેએ ક્ષય રોગ નિદાન, સારવાર, રોગ અટકાવવા અને પીડીયાટ્રિક ટીબી (બાલ ક્ષય રોગ) અને છાતીના એકસ-રે વિષય ઉપર છણાવટભરી માહિતી આપતા વ્યાખ્યાન આપ્યા હતા.

કાર્યક્રમના અંતિમ ચરણમાં વિદ્યાર્થી માટે ટીબી કવિઝ

માયકોમબેકટનું આયોજન થયું હતું. જેમાં જટિલ કેસ સ્ટડી અને ઇન્ટરેકટિવ ઓડિયો વિઝયુઅલ રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. કોલેજ સાહિત્ય જૂથ ન્ત્વ્ષ્ત્વ્લ્ અને રેસ્પિરિટીવ મેડિસિન વિભાગના તબીબો દ્વારા વાસ્તવિક ઓ પી ડી. અને વોર્ડની કામગીરીને ઉજાગર કરતી મનોરંજક સ્ક્રીપટ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન કિલનિકલ પ્રશ્નોત્તરી માં ૭૫ વિદ્યાર્થીઓ જોડાયા હતા. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા રચિત અને અભિનિત નાટીકામાં રણજિત નાયર અને ચિત્રા ગણાત્રા એ ખૂબ સારી ભૂમિકા રજુ કરી હતી. પ્રશ્નોત્ત્।રી સ્પર્ધામાં ડો.મનીષ ભાવસાર, ડો.નિસર્ગ પરમાર, કેસ પ્રતીયોગીતામાં સનોફીયા સૈયદ વીજેતા થયા હતા.

સમગ્ર કાર્યક્રમ માટે ડો.યાસીર મર્ચન્ટ, યશવી સાતા, માનસી મોદી, ધ્વનિ મહેતા, સન્ની સાકરીયા, હિમાંશુ મહેતા, યશ ભાલાલા, શિલ્પ પટેલ, મૈત્રી મહેતા, શ્રુતિ નાયર, ફ્રેયા કનખરા એ જાહેમત ઉઠાવી હતી.(તસ્વીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(1:42 pm IST)