સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 23rd October 2019

માણાવદરમાં નવનિયુકત મહિલા પીએસઆઇ આંબલીયાએ ચાર્જ સંભાળ્યો

લોકોને કાયદાનું પાલન કરવા અપીલઃ રજુઆત કરવા છૂટ

માણાવદર તા. ર૩ :.. તાજેતરમાં જ જુનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા મહિલા પીએસઆઇ એન. વી. આંબલીયાની નિમણુંક કરવામાં આવી છે. માણાવદર પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતાવેત જ પ્રજાલક્ષી કામગીરીનો પ્રારંભ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

માણાવદર પીએસઆઇ આંબલીયાએ ચાર્જ સંભાળતા જ શહેરમાં દારૂ, જૂગારના ધંધા બંધ થયા છે શહેરમાં રાત્રીના અગિયારના ટકોરે દુકાનો બંધ થઇ જાય છે. લોકોમાં એક જાતનો કાયદો વ્યવસ્થા જળવાઇ હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે તથા આકસ્મિક સમયે તથા ગુનાની હકિકત સંબંધી બાતમી આપવા તથા બહેનોને થતી કનગડતા માટે પી. એસ. આઇ. આંબદલીયાનો મો. નં. ૯૭રપ૩ ૧૯૬ર૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

રાત્રીના સમયે આવારા તત્વો આવારાગીરી કરે નહી તે માટે માણાવદરમાં નાઇટ પેટ્રોલીંગ સઘન બનાવ્યું છે છેવાડા સુધી પથરાયેલ તમામ જીનીંગ મીલો સુધી કડક પેટ્રોલીંગ ગોઠવાયું છે.

ટ્રાફિક સમસ્યા તથા દારૂ, જૂગાર, ઘોડીપાસા વગેરે જેવી અસામાજિક પ્રવૃતિને દબાવી દેવામાં આવશે કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટેના તમામ પ્રયાસો પોલીસ બેડા તરફથી કરવામાં આવશે માણાવદર તાલુકાના લોકોએ પણ મને સહયોગ આપે તેવી અપીલ કરી છે.

(11:49 am IST)