સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 23rd October 2019

દુનિયા રચવાવાળાને ભગવાન કહેવાય અને સંકટ હરનારને હનુમાન કહેવાયઃ પૂ.પારસમુનિ

ગોંડલ ખાતે શનિવારે હનુમંત મંત્ર જાપ સાધનાઃ રવિવારે અષ્ટલક્ષ્મી મંત્રી સાધના

રાજકોટ,તા.૨૩: ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ.શ્રી ગિરિશચંદ્રજી સ્વામીના સુશિષ્યા મહામંત્ર પ્રભાવક પૂ.શ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય ક્રાંતિકારી સંત સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા.ના પાવન સાનિધ્યે તા.૨૬ને શનિવારે સવારે ૯ થી ૧૧:૩૦ કલાકે હનુમંત મંત્ર જપ સાધના તથા તા.૨૭ને રવિવારે સવારે ૯ થી ૧૧:૩૦ કલાકે અષ્ટલક્ષ્મી મંત્ર સાધના ટાઉન હોલ- ગોંડલમાં રાખવામાં આવેલ છે.

રૂપચૌદશ (કાળી ચૌદશ)ના હનુમંત જપ સાધના તંત્ર- મંત્ર- યંત્ર- નજર દોષ, વ્યાપાર બાધા, શનિદોષ, રાહુદોષ, મંગળ દોષ, કાળ સર્પ યોગ, પિતૃદોષ વગેરે દોષો અને બાધાઓના નિવારણ કરી જીવનમાં સુખ- શાંતિ- સમૃધ્ધિ આપનાર છે.

દિપાવલીના શુભદિને અષ્ટ લક્ષ્મી મંત્ર સાધના જીવનમાં શારિરીક, માનસિક, આધ્યાત્મિક સુખની વૃધ્ધિ કરાવનારી તથા અષ્ટલક્ષ્મી પ્રાપ્ત કરાવનાર છે.

જીવનમાં મળતી અસફળતાનું નિવારણ કરી અને આત્મરક્ષા, દેહરક્ષા કરનાર આ અમોઘ મંત્ર સાધનામાં દરેક સાધક આત્માએ પધારી સ્વયં સાધના કરી પાવનતા પામે પૂ.ગુરૂદેવના શ્રીમુખેથી મંત્ર સાધનાનો અવસર મળશે.

(11:42 am IST)