News of Tuesday, 23rd October 2018
બનાસકાંઠાના થરાદમાં એસટી બસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ:દારૂ ભરેલી ચાર બેગ જપ્ત
દારૂ સાથેની ચાર બેગ બિનવારસી મળતા એસટી તંત્રમાં દોડધામ
બનાસકાંઠાઃ રાજ્યમાં દારૂનો પ્રતિબંધ છે.પરંતુ કાયદો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. બૂટલેગરોએ હવે ગુજરાતમાં દારુ ઘૂસાડવાનો નવો કિમિયો અપનાવ્યો છે.
માં બનાસકાંઠાના થરાદમાં ST બસમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી.પરંતુ થરાદ પોલીસે ST બેસ ડેપોમાં પહોંચીને તપાસ કરતાં બસમાંથી 4 બેગ ભરેલી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.
બિનવારસી દારૂ મળી આવતાં ST વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
(10:10 pm IST)