સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

ભાવનગર મહિલા આઇટીઆઇ-ર ના પ્રિન્સીપાલે મહિલા કર્મચારી સાથે અડપલા કર્યા

ભાવનગર, તા. ર૩ : ભાવનગરમાં મહિલા આઇટીઆઇ-ર ના પ્રિન્સીપાલે મહિલા કર્મચારી સાથે અડપલા કર્યાની ફરીયાદ નોંધાવાતા ચકચાર જાગી છે.

મળતી વિગતો મુજબ શહેરમાં વિદ્યાનગર ખાતે આવેલ મહિલા આઇટીઆઇ-રમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતી વિપ્ર યુવતીએ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા મનોજ શંકરભાઇ ધાંધલીયા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી જણાવ્યું હતું કે છેલ્લા ૪ મહીના દરમિયાન પ્રિન્સીપાલે તેઓ પાસે અઘટિત માંગણી કરી, શારીરિક અડપલા કર્યા હતાં તેમજ જો કોઇને કહીશ તો તેની કારર્કીદી બગાડી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે પ્રીન્સીપાલની વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવથી શિક્ષણજગતમાં ભારે ચકચાર જાગી છે.

(3:44 pm IST)