સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

મોરબી પાસે ગામમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર શખ્સ પંચાસરથી પકડાયો

મોરબી, તા.૨૩: મોરબી નજીકના ગામમાં એક શખ્શે ૧૩ વર્ષના સગીરને નિશાળમાં બોલાવીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય કરીને સગીરને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ બાદ તાલુકા પોલીસની ટીમે આરોપીને પંચાસર ગામથી ઝડપી લીધો છે.

મોરબી નજીકના ગામમાં રહેતા પરિવારના ૧૩ વર્ષના સગીરપર ગામમાં રહેતા રવિરાજસિંહ ખુમાનસિંહ ઝાલા (ઉ.વ.૩૦) નામના શખ્શે સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં નિશાળે બોલાવી આરોપીએ મોઢે ટુંપો દઈને સૃષ્ટિ વિરુદ્ઘ કૃત્ય આચર્યું હતું. તેમજ કોઈને બનાવ વિષે જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અંગે ભોગ બનનારના પિતાએ ફરિયાદ નોંધાવી હતી..

આ ફરિયાદને આધારે જિલ્લા એસપી ડો કરનરાજ વાઘેલાની સૂચનાથી તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલની ટીમે આરોપીને ઝડપી લેવા કવાયત આદરી હતી અને આરોપીને પંચાસર ગામમાંથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:42 pm IST)