સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

ગાંધીનગરના અલ્પાબા પરમાર નારીરત્નઃ ભાવનગરમાં સન્માન

 ગાંધીનગર તા.૨૩: ભાવનગરના નિલમબાગ પેલેસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પુર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણાના હસ્તે ગાંધીનગરના અલ્પાબા પરમારનું ક્ષત્રિય નારીરત્ન તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.

મુળ ધોળકા, કાવિછાના રાઠોડ ભીખુભાઇના દીકરીબા અલ્પાબાના લગ્ન મૂળીના ઘનશ્યામસિંહ પરમાર સાથે થયા છે.

આજના ઇલેકટ્રોનિક યુગમાં શ્રીમતી અલ્પાબા પરમાર સેકટર-૧૧ અને સેકટર-૨૪માં એ.એલ.પી. મોબાઇલ એન્ડ ગીફટ સેન્ટર નામે બે શોરૂમ ધરાવે છે. અને સફળતાથી પ્રગતિ કરી રહયા છે.

(3:33 pm IST)