સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

શનીવારે વિજયભાઇના હસ્તે ભાવનગરનાં ઘોઘામાં રો-પેકસ ફેરી સર્વિસનું લોકાર્પણ

 તા. ર૩ :.. ભાવનગર : રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા. ર૭ ના ભાવનગર જિલ્લાનાં ઘોઘા ખાતે આવી અને રી-પેકસ ફેરીનું લોકાર્પણ કરશે.

આજે તા. રર ના રોજ મોડી સાંજે આ કાર્યક્રમના પૂર્વ આયોજન અર્થે જિલ્લા કલેકટર હર્ષદ પટેલે કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે તા. ર૭ ના રોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રી-પેકસ ફેરી સર્વિસનું લોકાર્પણ ઘોઘા ખાતે આવી અને કરશે ત્યારે આ કાર્યક્રમમાં અંદાજે ૮ હજાર લોકો આવવાના હોવાથી માન. મુખ્યમંત્રીશ્રીની મીનીટ ટુ મીનીટ કાર્યક્રમ તૈયાર કરવી, પાણી, વાહન પાર્કીંગ, ફ્રુડ પેકેટ, સફાઇ કામગીરી, કાયદો વ્યવસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની બાબતે જે અધિકારીશ્રીઓને સમિતિ બનાવી અગાઉ ફરજો સોંપાયેલો છે તે મુજબ બીન ચુક કામગીરી કરવાનીરહેશે આ બાબતે તેઓએ તા. ર૩  ના રોજ સાંજ સુધીમાં કલેકટર કચેરીમાં તેઓ દ્વારા થનાર કામગીરીની વિગતો કલેકટર કચેરીને જણાવશે તેમજ સમિતિના દરેક સભ્યો સંકલનમાં રહી અને કામ કરશે.

આ બેઠકમાં નિવાસી અધિકશ્રી ઉમેશ વ્યાસ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પંડયા, પ્રાંત અધિકારીશ્રી જી.વી. મીંયાણી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઠાકર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાઠવા, જી.એમ.બી.ના અધિકારીશ્રી હિરેન સોંદરવા, જિલ્લા રમતગમત અધિકારીશ્રી સીમાબેન ગાંધી, શહેર રમતગમત અધિકારીશ્રી અરૂણ ભલાણા, કાર્યપાલક ઇજનેરશ્રી એચ.કે. દોશી, નાયબ મ્યુ. કમિ. શ્રી એન.ડી. ગોવાણી, વાહન વ્યવસ્હાર નિગમના પ્રતિનિધિશ્રી ગઢવી સહિત સંબંધિત કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

(1:06 pm IST)