સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

હોટેલ લોર્ડસ દ્વારા દ્વારકાધીશને વસ્ત્રો અર્પણ અને આખા દિવસનો થશે મનોરથ

આવતીકાલે દ્વારકાધીશ મંદિરમાં શરદોત્સવ સાથે દિવ્ય દર્શન અને રાસોત્સવ યોજાશે

દ્વારકાઃ ભગવાન દ્વારકાધીશજીના વસ્ત્રો હોટેલ લોર્ડસના સહયોગ થી સુરત ખાતે ખાસ પુજારી પરિવાર દ્વારા બનાવાયા છે તેની તસ્વીરો.

 દ્વારકા તા.૨૩: દ્વારકાધીશ ધામમાં આવતીકાલે ભગવાન શ્રી દ્વારકાધીશનો શરદોત્સવનો મહિમા ધામધૂમથી ઉજવવાની તૈયારી પુર્ણ થઇ છે તયારે સેવાના ભાગ રૂપે હોટેલ લોર્ડસ દ્વારા ભગવાન કાળીયા ઠાકોરને ખાસ સુરન ખાતે સફેદ કલરના સોનેરી ઝરીથી જડીત વસ્ત્રો પરિધાન થશે તેમજ શરદપૂર્ણિમાનાં આખા દિવસનો મનોરથ ભગવાનના ચરણમાં અર્પણ થશે ભાવિકોમાં પણ દિવ્ય દર્શનનો આનંદ ઉત્સાહ જોવા મળી રહયો છે.

દ્વારકાધીશ મંદિરના વારાદાર પુજારી ડાયાલાલ એન જયદીપભાઇ એ નિજ મંદિર ગર્ભગૃહને શરદપૂર્ણિમાં ઉત્સવ માટે ખાસ શુસોભીત કરાયું અને મંદિર પરિસરમાં સાંજે સાડા સાત વાગ્યે મહારાસના કાર્યક્રમમાં અમદાવાદના વિક્રમભાઇ લાબડીયા ના સ્વરમાં લોક સાહિત્યના રાસની રસથાળ પીરસાશે.

ભગવાન શ્રી દ્વારકાધીશને શંખ ચક્ર ગદા પદમ સાથેના વસ્ત્રો તથા સુવર્ણ અલંકારો સાથેના દિવ્ય દર્શન પુજારી પરિવાર અલોૈકિક ઝાંખી સાથે કરાવાશે.

વર્ષની બાર પૂર્ણિમાની શરદ પૂર્ણિમામાં હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે.

હિન્દુ ધર્મના શાસ્ત્રોકત અનુસાર અગીયારસ અમાસ અને પૂણિર્મા તિથીનું ખાસ વિશેષ મહત્વ છે. તેમાં પણ શરદપૂર્ણિમા ઉત્સવને અનેરા મહારાસથી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ બાર પૂર્ણિમાંની શરદોત્સવની પુનમના દિને વર્ષો ઋતુમાં ફેરફાર થતાની સાથે કુદરતી વાતાવરણનો પ્રારંભ એટલે કે ઉનાળાની કાળઝાળ ગરમીથી બહાર આવી ને ગુલાબી ઠંડીની મોમસ શરૂ થાય છે. જેથી વટવૃક્ષ પશુ પક્ષીઓ પણ આ વાતવરણને લઇને નવી મોસમની હવા તથા નવા ઉજાશમાં ખુશખુશાલ થઇ જાય છે.

અને આ કુદરતી વાતાવરણના વધામણા સ્વરૂપે ભગવાન એ પણ ગોપીઓ સાથે  મહારાસનંુ આયોજન કરી સોળે કળાએ ખીલી ઉઠેલા રાત્રીના ચંદ્રના સથવારે મહારાસ રચ્યો હતો.

કહેવાય છે કે, આ રાસ નિહાળવા ખુબ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, પણ ગોપી સ્વરૂપે મહારાસ નિહાળવા ચુપકીદીથી જવું પડયું હતું.

(12:53 pm IST)