સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં જોરદાર ઝાકળવર્ષાઃ ઠંડક વધી

જો કે સૂર્યનારાયણના દર્શન સાથે જ આખો દિવસ અસહ્ય ઉકળાટ

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને આવા વાતાવરણ વચ્‍ચે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની અસર બરકરાર રહે છે અને શિયાળા જેવા વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે. આવા વાતાવરણ વચ્‍ચે આજે જોરદાર ઝાકળવર્ષા થઇ હતી.

વહેલી સવારથી સૂર્યનારાયણના દર્શન થયા ત્‍યાં સુધી ઝાકળવર્ષા છવાયેલ રહેતા વાહન વ્‍યવહારને ભારે અસર પડી હતી.

જો કે સવારે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને આખો દિવસ અસહ્ય ગરમીનો  અનુભવ થાય છે.

સવારે ઝાકળવર્ષા થતાની સાથે જ ઠંડીની અસર વધી છે.

જામનગર

જામનગર : શહેરનું હવામાન મહત્તમ ૩૭.પ, લઘુતમ ર૦, ભેજ ૯૩ ટકા, પવન ૩.૮ કિ.મી. રહ્યો હતો.

(12:53 pm IST)