સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

કચ્‍છના રણમાં દેખાતો રહસ્‍યમય પ્રકાશ, છર બત્તી, ભૂતિયા લાઇટ!! ક્‍યાંક ડર તો ક્‍યાંક કુતૂહલ

ભુજ તા. ૨૩ : વિજ્ઞાન અને ટેકનોલોજી ભલે ગમે તેટલી આગળ વધી ગઇ હોય પરંતુ આજે પણ ભારતમા કેટલાય એવા રહસ્‍યો છે. જેનો તાગ ન વિજ્ઞાન કે ન ટેકનોલોજી મેળવી શકી છે. અને આવુજ એક રહસ્‍ય કચ્‍છમાં ધરબાયેલુ છે. જેને જોયુ, સાંભળ્‍યુ અને અનુભુતી અનેક લોકોએ કરી છે. પરંતુ તેનુ રહસ્‍ય શુ છે. તે હજુ સુધી કોઇ જાણી શક્‍યુ નથી. કચ્‍છના અફાટ રણમા દેખાતો ચમત્‍કાર શુ છે ?એક પ્રકાશ પુંજ શુ છે? સવાલો અનેક પરંતુ તેનો જવાબ કોઇ પાસે નથી.

ખગોળવિદ્દ, નિશાચર સંશોધકો અને પ્રકૃતિપ્રેમી ફોટોગ્રાફરો પણ આ પ્રકાશ પ્રકાશ શેનો તે હજુ સુધી જાણી શકયા નથી.

કચ્‍છ ઉપરાંત અમેરીકા ઇન્‍ડોનેશીયામા પણ આવીજ ધટના બને છે. કચ્‍છમાં તે સ્‍થાનિક કચ્‍છી ભાષા મા છર બત્તી તરીકે ઓળખાય છે. છર બત્તી એટલે ગુજરાતીમાં ભુતીયા લાઇટ અને અંગ્રેજીમાં ઘોસ્‍ટ લાઈટ !!!

ઘણીવાર રાત્રીના અંધકારમાં આપણે ખુલ્લા આકાશમાં કોઇ પ્રકાશ દેખાય છે. ત્‍યારે મનમાં અનેક પ્રશ્ર્નો ઉઠે છે, કે આ શુ હશે પરંતુ કચ્‍છના છારીઢંઢ નજીકના રણમાં સૂર્યાસ્‍ત પછીના સમયગાળા મા દેખાતો પ્રકાશ કઇક અલગ જ છે. ખગોળશાષાીઓએ અભ્‍યાસ કર્યો તો ખબર પડી કે આ કોઇ ખગોળીય ધટના નથી. પરંતુ તો તે શુ છે? તેનો જવાબ તેમની પાસે પણ નથી કચ્‍છમાં ખગોળશાષાી નરેન્‍દ્ર ગોર ‘અકિલા' સાથે વાત કરતાᅠ કહે છે કે, જે ધરતીના પેટાળમાં ખનીજ સંપદા વધુ હોય છે. ત્‍યા આવુ બને છે. અમેરીકા અને ઇન્‍ડોનેશીયામા બનેલી આવીજ ધટનાના સંશોધનમાં આવુ સામે આવ્‍યુ છે. પણ, કચ્‍છના રણ મા દેખાતી છર બત્તી કે ભૂતિયા લાઈટ ના કારણ મા હજી સુધી કોઈ તથ્‍ય સામે આવ્‍યું નથી. પરંતુ કચ્‍છમાં પણ દેખાતા આવા પ્રકાશના ભેદ ભરમ વિશે ઘણા લોકોએ અનેકવાર અનુભવ્‍યું છે, સાંભળ્‍યુ છે, અને આનો ભેદ ઉકેલવા પ્રયાસ કર્યો પરંતુ તેમને નિષ્‍ફળતા મળી છે. અમેરીકામાં ‘મારફા લાઇટ' તરીકે આ પ્રકાશને ઓળખાય છે. તો કચ્‍છમાં સ્‍થાનીક લોકો તેને છર બત્તી તરીકે ઓળખે છે. તે નરી આંખે દેખાય છે. તે ક્‍યારેક આપણી સાથે ચાલે છે તેવો અહેસાસ પણ થાય છે. એટલે કોઇ આ છર બત્તી - ભૂતિયા લાઈટને ભુત સમજે છે,તો કોઇ આકાશીય ધટના !! પરંતુ અંધકારમાં દેખાતા એ પ્રકાશનુ રહસ્‍ય હજુ અંકબધ છે. કચ્‍છના રણમાં રાત્રી ચર્યા દરમ્‍યાન અનેક લોકોએ આ નઝારો કદાચ નજરે નિહાળ્‍યો છે. પરંતુ તે શુ છે. તે જાણી શકાયુ નથી. કેટલાકે તેનો પીછો કરી રહસ્‍ય જાણવાનો પ્રયત્‍ન કર્યો છે પરંતુ નિષ્‍ફળતા હાથ લાગી છે. ઉડતી રકાબી ,આકાશી દુનીયાનો કોઇ જીવ પૃથ્‍વીનો મહેમાન બન્‍યો હોય આવુ ફિલ્‍મોમા અનેકવાર આપણે જોયુ છે. પરંતુ શુ આ એજ ધટના છે. કે બીજુ કઇ તે અત્‍યાર સુધી રહસ્‍ય છે. પરંતુ રણ વિસ્‍તારમાં આવો પ્રકાશ અનેકવાર દેખાયો છે. તે વાસ્‍તવિક્‍તા છે. અને તેના પર સંશોધનની માંગ પણ લોકોની છે.

 છર બત્તી- ભૂતિયા લાઈટને નરી આંખે જોનાર ભુજના પ્રકૃતિ પ્રેમી ફોટોગ્રાફર અને સંશોધક એવા અરવિંદ નાથાણીએ ‘અકિલા'ને જણાવ્‍યા મુજબ તેમણે એક દાયકા પહેલા આ નઝારો જોયો હતો અને ત્‍યાર બાદ અંધકારમાં તેનુ રહસ્‍ય શોધવા અનેક પ્રયત્‍નો કર્યા પરંતુ હજુ સુધી તેઓ એ પ્રકાશને પામી શક્‍યા નથી. આસપાસના ગામોમાં કેટલાક લોકોને પુછ્‍યુ તો કોઇએ ભુત છે. તેવુ કહ્યુ તો કોઇએ યોગી ધોરમનાથના શિષ્‍ય તેમના માટે દિવાની જયોત મોકલતા હોવાની વાત પણ કહી.જો કે શ્રધ્‍ધા-અંધશ્રધ્‍ધા વચ્‍ચે આ ધટનાને તેઓ નકારતા નથી અને તેના પર સંશોધનનો ભાર મુકે છે. તો છેલ્લા એક દાયકામાં આવી ધટના કોઇએ જોઇ હોય તેવુ પણ તેમના ધ્‍યાને ન આવ્‍યુ હોવાનુ તેઓ ભાર પુર્વક કહે છે.

ભેદી પ્રકાશ અથવા પ્રકાશ પુંજ શુ છે? તે હજુ સુધી એક રહસ્‍ય જ છે. જો કે ભારત માટે આ એક સંસોધનનો વિષય છે. કેમકે વિદેશના અન્‍ય વિસ્‍તારોમાં જોવા મળતી આ ધટના પર સંશોધન પછી કેટલાક તથ્‍યો બહાર આવ્‍યા છે. પરંતુ ભારતમાં કચ્‍છના રણમાંજ જોવા મળતી આ ઘટના પર હજુ ધણુ સંશોધન બાકી છે. પરંતુ અત્‍યારે તો આ રહસ્‍ય જોનાર લોકો હજુ પણ આ ઘટનાને ભુલી શક્‍યા નથી. કે જે પ્રકાશ તેઓ જોવે છે તે છે શુ છે?જોકે, તેને જોનાર લોકોની સંખ્‍યા ઓછી છે. પરંતુ જેણે આ છર બત્તી,ભૂતિયા લાઈટ કે પછી ઘોસ્‍ટ લાઈટ જોઇ છે. તેમને ક્‍યાક ડર તો ક્‍યાક કુતુહુલ છે. જેનુ સંશોધન થાય તો રહસ્‍યનો પડદો ખુલે તેમ છે.

(12:52 pm IST)