ભાવનગર પાસે પીકઅપ બને હડફેટે લેતા જનક ભટ્ટનું મોત
ભાવનગર તા. ૨૩ : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતા જનકભાઇ લાભશંકરભાઇ ભટ્ટ પોતાની મોટરસાઇકલ લઇ ભાવનગર આવી રહ્યા હતા ત્યારે ભદ્રાવળ ગામ નજીક અજાણ્યા પીકઅપ વાનના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી.
જુગાર રમતા ૧૦ શખ્સો ઝડપાયા
ભાવનગર શહેરનાં કુંભારવાડા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા અકબર સલીમભાઇ, જયેશ ચંદુભાઇ, ઇદરીશ સુલતાનભાઇ કુરેશી, મજીદ રહેમાનભાઇ, કેતન નાનજીભાઇ સરવૈયા, યોગેશ ઘનશ્યામભાઇ, મહમદ હુસેનખાન પઠાણ, વિપુલ જગદીશભાઇ, રજાક અહેમદ નામના ૧૦ શખ્સોને રોકડા રૂા. ૭૫૫૯૦ અને ૮ મોબાઇલ તથા ૧ કલાક મળી કુલ રૂા. ૧,૨૯,૫૯૦ મત્તા અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લીધા હતા.