સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 23rd October 2018

ધાંગધ્રા સબજેલના ઇન્ચાર્જ જેલર લાંચ લેતાં ઝડપાયા: જેલમાં હેરાન ન કરવા માગી લાંચ

જેલર જિતેન્દ્રકુમાર વાઘેલા સાત હજારની લૉન્ચ લેતા એસીબીની ટ્રેપમાં સપડાયા

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના સબજેલમાં જેલર તરીકે ચાર્જ સંભાળતા નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે. જેલર જીતેન્દ્રકુમાર વાઘેલાએ એસીબીના ટ્રેપમાં રૂપિયા સાત હજારની લાંચ લેતા ઝડપાયા છે.   

  અંગે મળતી વિગત મુજબ જેલમાં સજા ભોગવતા બે આરોપીઓના જેલ બદલીના ખોટા રિપોર્ટ અને હેરાન નહીં કરવા મુદ્દે તેઓએ લાંચ માંગી હતી. રાજકોટ એસીબીએ ટ્રેપ ગોઠવી લાંચ લેતા જેલરને ઝડપી પાડ્યા હતા જીતેન્દ્રકુમાર વાઘેલા ધ્રાંગધ્રાના નાયબ મામલતદાર છે. જે ધ્રાંગધ્રા સબજેલમાં જેલર તરીકેનો ચાર્જ સંભાળતા હતા.

 

(2:22 pm IST)